[ad_1]
(જી.એન.એસ),તા.૧૦
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ. બેઠકમાં સ્પષ્ટ કરાયું કે ડો. બી આર આંબેડકર દ્વારા તૈયાર બંધારણમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જાતિ (ST) માટે અનામત પદ્ધતિમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. આવામાં આંબેડકરના બંધારણ મુજબ જ અનામતની જોગવાઈ હોવી જોઈએ. કેબિનેટ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ચર્ચા થઈ. કેબિનેટનો મત એવો હતો કે એનડીએ સરકાર આંબેડકરે બનાવેલા બંધારણને લઈને પ્રતિબદ્ધ છે અને એસસી એસટીમાં કોઈ ક્રીમી લેયરની જોગવાઈ નથી. મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે એસસી-એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી શરૂ થયેલી ચર્ચા વિશે વાત કરી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અનામત સંબંધિત નિર્ણય જણાવ્યો હતો અને એસસી-એસટી અનામત મુદ્દે સૂચન આપ્યું હતું. મંત્રીમંડળમાં તેના પર વિસ્તૃત ચર્ચા થઈ. એનડીએ સરકાર બીઆર આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. બીઆર આંબેડકરના બંધારણ મુજબ એસસી એસટી અનાતમમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બંધારણીય દિશાનિર્દેશો મુજબ લાગૂ થવું જોઈએ. એવું પૂછવામાં આવ્યું કે શું આ મુદ્દો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કે પ્રધાનમંત્રી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો તો વૈષ્ણવે કહ્યું કે આ મંત્રીમંડળનો સુવિચારિત વિચાર છે. આ અગાઉ શુક્રવારે એસસી અને એસટી સાંસદોના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી અને એસસી/એસટી અનામત મુદ્દે તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ચર્ચા કરી. બેઠક બાદ પીએમ મોદીએ એક્સ પર કહ્યું કે આજે એસસી/એસટી સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. એસસી/એસટી સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમારી પ્રતિબદ્ધતા અને સંકલ્પને દોહરાવ્યા.
પ્રધાનમંત્રીને મળનારા પ્રતિનિધિમંડળમાં સામેલ ભાજપના રાજ્યસભા સાંસદ સિકંદરકુમારે કહ્યું કે અમે બધા સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ચિંતિત છીએ. અમને આ મામલે ચિંતા જતાવનારા લોકોના ફોન આવે છે. એસસી અને એસટીનું પ્રતિનિધિત્વ કરનારા સાંસદોના એક પ્રતિનિધિમંડળે પીએમ સાથે મુલાકાત કરી અને આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી. કુમારે કહ્યું હતું કે પીએમએ સાંસદો સાથે ગંભીર ચર્ચા કરી અને આશ્વાસન આપ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને લાગૂ થવા નહીં દે. તેમણે કહ્યું કે અમે આ માટે પીએમ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપ સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તેએ કહ્યું કે પ્રતિનિધિમંડળે પીએમને આપેલા આવેદનમાં આગ્રહ કર્યો છે કે ક્રીમી લેયર મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી લાગૂ ન કરવી જોઈએ. તેમણે પીટીઆઈને કહ્યું કે, પીએમના પણ આવા જ વિચાર હતા. તેમણે અમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલાને જોશે અને અમને ચિંતા ન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે તેને એસસી અને એસટી કેટેગરીમાં લાગૂ નહીં કરાય. આ મહિનાની શરૂઆતમાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે ગત અઠવાડિયે 6:1 બહુમતથી ચુકાદો આપ્યો જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના કોટામાં કોટા આપવાને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી/એસટી કેટેગરીની અંદર નવી સબ કેટેગરી બનાવી શકાય છે અને તે હેઠળ અતિ પછાત વર્ગને અલગથી અનામત આપી શકાય છે. દેશમાં હાલ SC ને 15 ટકા અને ST ને 7.5 ટકા અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એસસી અને એસટીની જાતિઓના આ 22.5 ટકામાં જ રાજ્ય સરકારો એસસી અને એસટીના નબળા વર્ગોને અલગથી કોટા નક્કી કરી શકે. સુપ્રીમ કોર્ટે કોટામાં કોટાની મંજૂરી રાજ્ય સરકારોને આપતા ક હ્યું હતું કે રાજ્યો પોતાની મરજી અને રાજકીય મહત્વકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકે નહીં. જો આમ થાય તો તેમના ચુકાદાની ન્યાયિક સમીક્ષા થઈ શકે. જો કોઈ રાજ્ય કોઈ જાતિને કોટાની અંદર કોટા આપે તો તેણે સાબિત કરવું પડશે કે આવું પછાતપણાના આધારે કરાયું છે. એ પણ જોવાશે કે કોઈ એસસી-એસટીના કુલ અનાતમના તેના કોઈ એક વર્ગને જ 100 ટકા ન આપવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.