[ad_1]
(જી.એન.એસ),તા.૧૬
નવીદિલ્હી,
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કે જેઓ બાગેશ્વર બાબાના નામથી પણ ઓળખાય છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાબા બાગેશ્વર તેમનું ચોરીના ગુનામાં નામ આવતાં કેવી રીતે કોર્ટમાં નિર્દોષ સાબિત થયા હતા તેની સ્ટોરી જણાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બાગેશ્વર બાબાના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોલોઅર્સ છે, તેમની કથા સાંભળવા લોકો દૂર-દૂરથી આવે છે. ત્યારે આવી જ એક કથા દરમિયાન બાબા બાગેશ્વરે તેમની સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે એકવાર કોર્ટમાં ચોરે તેના સાથીદાર તરીકે મારું નામ આપ્યું હતું, તો કોર્ટે બાબા બાગેશ્વરને કોર્ટમાં હાજર થવા જણાવ્યું.
આ દરમિયાન કોર્ટના જજે એક ડબ્બો બતાવીને બાબા બાગેશ્વરને કહ્યું કે જો તમે આ ડબ્બામાં શું છે, તે જણાવશો તો હું તમને નિર્દોશ છોડી દઈશ. ત્યારે તેમણે બજરંગબલીનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે આજે મને બચાવી લેજો. ત્યાર બાદ બાબા બાગેશ્વરે કોર્ટમાં જજ સામે કહ્યું કે, ડબ્બામાં ઘડિયાળ છે, એટલું જ નહીં પરંતુ સમય કેટલો થયો છે, એ પણ જણાવ્યું હતું. ત્યાર બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.