[ad_1]
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વિવિધ રાજ્યોમાં રૂ. 41,000 કરોડના 2000 જેટલા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રાષ્ટ્રાર્પણ કર્યું
(જી.એન.એસ),તા.૨૬
નવીદિલ્હી,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વિવિધ રાજ્યોમાં રૂ. 41,000 કરોડના 2000 જેટલા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રાષ્ટ્રાર્પણ કર્યું હતું, જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોનો પુન:વિકાસનો શિલાન્યાસ, 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ જેવા પ્રકલ્પો સમગ્ર રેલવે તંત્રની કાયાપલટ કરી દેશે.
આ કાર્યક્રમમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી સહભાગી થવાનો અવસર મળ્યો. આ કાર્યક્રમ અંતર્ગત, ગુજરાતમાં કાલુપુર સહિત 46 જેટલા રેલવે સ્ટેશન્સ તથા રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કાર્યો આવરી લેવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્ર અને રાજ્યોના મંત્રીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ સહિત કુલ 221 સ્થાનો પર અંદાજે 40 લાખ જેટલા લોકો જોડાયા હતા. વિવિધ શાળાના બાળકોએ અમૃત ભારત રેલવે સ્ટેશનની થીમ પર ચિત્રો દોર્યા હતા. દેશના રેલવે સ્ટેશન કેવા હોવા જોઈએ તે અંગે નિંબધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. તેમાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે.