[ad_1]
(જી.એન.એસ),તા.૧૪
નવીદિલ્હી,
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્ણયના સારા પરિણામ જોવા મળવા લાગ્યા છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેયર કરી અને લખ્યું કે આત્મનિર્ભર ભારતના અભિયાન તરીકે કેન્દ્રએ ક્વાન્ટમ કી વિતરણ પ્રણાલીને અપગ્રેડ કરી છે. ટેલેમેટિક્સ ડેવલેપમેન્ટ સેન્ટર પેટન્ટ સુનિશ્ચિત કરવામાં આવી છે. ભારત સરકારને આ પેટન્ટ આગામી 20 વર્ષ સુધી મળી છે. આ પેટન્ટ ઓક્ટોબર 2019થી લાગુ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત પ્રમાણપત્ર પણ સંલગ્ન કર્યા છે. તેમને કહ્યું કે ક્વાન્ટમ કીના વિતરણમાં વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયોના સારા પરિણામ મળી રહ્યા છે. તેમાં પેટન્ટ કાયદા વિશેની વિગતો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે ટ્રેડ માર્કના ધોરણો મુજબ 190 મોટા કેસની ચકાસણી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્રને વધુ વિકાસ મળવાની સંભાવના છે. આ મિશન ક્વાન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધન અને વિકાસ માટે શરૂ કરવામાં આવ્યુ હતુ. ક્વાન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન્સનો ઉપયોગ જાણકારીની સુરક્ષા અને ગ્રાહકોની ખાનગી જાણકારીની ગોપનીયતા જાળવી રાખવા માટે કરવામાં આવે છે. ઓક્ટોબર 2019થી 20 વર્ષ સુધી પરમિટ ઈશ્યુ કરવા માટે ઘણા મોટા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 1970ના પેટન્ટ અધિકાર અધિનિયમ મુજબ પરિયોજનાઓને પેટન્ટ આપવામાં આવી હતી. ભારતે ગયા વર્ષે રાષ્ટ્રીય ક્વાન્ટમ મિશન શરૂ કર્યુ હતું. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તેનાથી જોડાયેલુ રોકાણ પણ ભારતમાં આવી રહ્યું છે.