[ad_1]
(જી.એન.એસ),તા.૨૫
ભારતમાં આજે સતત ત્રીજા દિવસે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ત્રણ અલગ અલગ ભૂકંપથી આજે ધરતી ધણધણી હતી. સૌથી પહેલા કર્ણાટક, પછી છત્તીસગઢ અને છેલ્લે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સારી બાબત એ છે કે, ત્રણમાંથી એકેય ભૂકંપ દરમ્યાન જાનમાલનું નુકસાન થયું નથી. પાડોશી દેશ પાકિસ્તાન અને મ્યાનમારમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આજે બપોરે 2.13 કલાકે કર્ણાટકના બેલ્લારીમાં હળવો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. બાદમાં છત્તીસગઢના જાંજગીર ચાંપામાં ભૂકંપ આવ્યો જે 3.40 કલાકે આવ્યો અને તીવ્રતા 2.9 રહી હતી. બાદમાં 3.56 કલાકે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવ્યો, જેની તીવ્રતા 2.4 હતી. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આકરા ઝટકા જોવા મળ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધીમાં મળેલી વિગતો અનુસાર, ત્યાં જાનમાલનું નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, પાકિસ્તાનમાં સાંજે 4.16 કલાકે ભૂકંપ આવ્યો હતો.