[ad_1]
(જી.એન.એસ),તા.૩૦
અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની “બૃહદ બેઠક” પ્રભારીશ્રી મયંકભાઈ નાયક અને સંયોજકશ્રી હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ જીની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી આગામી ચૂંટણીલક્ષી અને વિવિધ વિષય અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આ બેઠકમાં ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.