[ad_1]
(જી.એન.એસ),તા.૧૩
મુંબઈ-મહારાષ્ટ્ર,
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાઈ ગયા. અશોક ચવ્હાણની સાથે પૂર્વ કોંગ્રેસ એમએલસી અમર રાજુલકરે પણ કેસરિયા કર્યા. મંગળવારે બપોરે 12.30 વાગે ભાજપના મુંબઈ ખાતેના કાર્યાલયમાં અશોક ચવ્હાણે ઔપચારિક રીતે ભગવો ધારણ કર્યો. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખ બાવનકુલે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા અને તેમને પાર્ટીમાં સામેલ કરાવ્યા.
એવી શક્યતા છે કે અશોક ચવ્હાણને ભાજપ રાજ્યસભામાં તક આપે. વાત જાણે એમ છે કે રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આથી આ એન્ટ્રી કોઈ મોટા નેતાની હાજરીની જગ્યાએ મહારાષ્ટ્રના ભાજપના નેતાઓની હાજરીમાં થઈ હોઈ શકે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અશોક ચવ્હાણ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કરવા માંગતા હતા. જો કે અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાઈ ગયા.
અશોક ચવ્હાણે ગઈ કાલે વિધાયક પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેમણે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડી હતી. કાલે તેમણે કહ્યું હતું કે તેમને નિર્ણય લેતા બે દિવસ લાગશે. જો કે રાજ્યસભા ચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી છે આથી તેઓ જલદી ભાજપમાં જોડાશે એવું મનાતું હતું. અટકળો છેકે ભાજપ મહારાષ્ટ્રમાંથી ત્રણ લોકોને રાજ્યસભા મોકલી શકે છે. તેમાંથી એક નામ અશોક ચવ્હાણનું પણ હોઈ શકે છે.