[ad_1]
કોંગ્રેસ નેતા ફરી એકવાર વિવાદમાં
(જી.એન.એસ) તા. 18
અકોલા,
કોંગ્રેસના નેતા નાના પટોલે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે, મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના વાડેગાંવમાં નાના પટોલેનો પગ કાદવમાં ફસાઈ ગયો હતો. આ પછી કાર્યકરે પાણીથી તેમના પગ ધોયા હતા. વાયરલ વીડિયોમાં જોઈએ શકાય છે કે નાના પટોલે પોતાની કારમાં બેઠા છે અને કાર્યકર તેમના પગ ધોતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ નાના પટોલે ભાજપ અને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા છે. મહારાષ્ટ્ર ભાજપે કોંગ્રેસના નેતા નાના પટોલેનો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. BJP એ ટ્વિટર પર લખ્યું, ‘કોંગ્રેસ હંમેશા લોકોને પોતાના પગ નીચેની ધૂળ ગણી છે. જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેનો પગ કાદવમાં ફસાઈ ગયો તો તેમણે એક કાર્યકરને પગ ધોવા માટે કહ્યું. જો સત્તા તેમના હાથમાં જશે તો ગરીબોની આ હાલત થશે… આ વીડિયો તેની સાબિતી છે.
અગાઉ પણ મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નાના પટોલેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ CM પોતાને સંત કહે છે અને ભગવા વસ્ત્રો પહેરે છે. જ્યારે રાવણ સીતાજીને ચોરવા આવ્યો ત્યારે તે પણ ભગવા વસ્ત્રો પહેરીને આવ્યો હતો. ભગવો પહેરીને ખોટી નીતિઓને સમર્થન આપવું ખોટું છે. આ સિવાય નાના પટોલેએ રામ મંદિરને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. નાના પટોલેએ લોકસભા ચૂંટણી વખતે કહ્યું હતું કે, જો કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો રામ મંદિરનું શુદ્ધિકરણ થશે. ચાર શંકરાચાર્યને બોલાવીને રામ મંદિરમાં પણ યોગ્ય પૂજા કરાવવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.