[ad_1]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિલ પોલીસને મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસની પાસે પીએમ મોદીને લઈને ધમકીભર્યો કોલ આપ્યો છે, ત્યારબાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસને કોલ સિવાય ધમકીભર્યો મેસેજ પણ આવ્યો છે. પીએમ મોદી સાથે જોડાયેલી ધમકી બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ સિવાય સાઇબર ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે પોલીસે તે મોબાઇલ નંબર અને યૂઝર આઈડીને ટ્રેક કરવાનું શરૂ કરી દીધુ છે, જ્યાંથી આ કોલ આવ્યો છે. પોલીસની ટીમ એલર્ટ મોડ પર છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે.
પોલીસ અધિકારીનું કહેવું છે કે જે પણ દોષીત હશે તે જલદી ઝડપાઈ જશે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને આવેલો ધમકીભર્યો કોલ ડી કંપની તરફથી હોઈ શકે છો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમને ઓડિયો ક્લિપ પણ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકી મળી તો તેની સૂચના મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. ત્યારબાદ વર્લી પોલીસ સ્ટેશને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં સાઇબર સેલની મદદ પણ લેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકી મળ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ પર રાખવામાં આવી છે. તેની પાછળ કોણ છે, તેની માહિતી મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.
GNS NEWS