[ad_1]
(જી.એન.એસ),તા.૦૧
મુંબઈ,
માર્કેટ રેગ્યુલેટર સેબી મિડકેપ અને સ્મોલકેપમાં જોખમ વધવાનો ખતરો જોઈ રહી છે જેના કારણે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પાસેથી વધુ ડિસ્ક્લોઝર માંગ્યા છે. AMFI-Association of Mutual Funds in India અને Securities and Exchange Board of India – SEBI સતત વાટાઘાટો કરી રહ્યાછે કારણ કે SIP દ્વારા પૈસા સતત આવી રહ્યા રહે છે. નાણાં નો પ્રવાહ મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં વધુ જઈ રહ્યો છે. લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ ખુબ ઘટી રહ્યું છે જેના કારણે જોખમ નજરે પડી રહ્યું છે. AMFI અને SEBI ઈચ્છે છે કે નાના રોકાણકારોને મોટું નુકસાન ન થાય તે માટે ડિસ્ક્લોઝર નિયમોમાં ફેરફાર કરવા હિતાવહ: છે. આ નિયમો 1 એપ્રિલથી લાગુ કરવા વિચારણા ચાલી રહી છે.
ફંડનું મૂલ્યાંકન શું છે?.. જેમ શેરના મૂલ્યાંકનની વાત થાય છે. એ જ રીતે ફંડના મૂલ્યાંકનની પણ વાત થવી જોઈએ. હવે એવી ચર્ચા છે કે પોર્ટફોલિયોની કુલ કિંમત વિશે માહિતી આપવી જોઈએ. જેમકે વધુ PE ધરાવતા શેરમાં કે ઓછા PFવાળા શેરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
લીકવીડિટી કેટલી છે?.. જો કોઈ રોકાણકાર પૈસા ઉપાડે છે તો રોકાણકાર કેટલી ઝડપથી અને કેટલા સમય માટે પૈસા ઉપાડી શકે છે. કારણ કે લાર્જ કેપ શેર વેચવાથી તમને તરત જ પૈસા મળે છે. આ શેર્સમાં વોલ્યુમ ઊંચું રહે છે અને લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. તે જ સમયે સ્મોલ અને મિડકેપ શેરોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ઘણા ફંડ હાઉસ આ જોખમનું મૂલ્યાંકન કરે છે પરંતુ સંપૂર્ણ માહિતી તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ હોવી જોઈએ.
સ્મોલ અને મિડકેપ શેરોમાં વોલ્યુમ કેવી રીતે ટ્રેક કરવામાં આવશે?.. આ માટે એડવાઈઝરી પણ ઈશ્યુ કરવામાં આવશે. તેનું ટ્રેકિંગ દૈનિક ધોરણે કરી શકાય છે. આ તમામ પગલાં લેવાથી રોકાણકારને ખ્યાલ આવશે કે ફંડમાંથી કેટલા પૈસા ઉપાડવામાં આવશે.
જોખમ કેટલું સમાયેલું છે?.. ફંડની વોલેટિલિટીનો પણ ઉલ્લેખ કરવો પડશે. આનાથી રોકાણકાર જાણશે કે કેટલું જોખમ સામેલ છે.
ફંડ કયા શેર ધરાવે છે?.. મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સની જેમ બધા મિડકેપ અને સ્મોલકેપ શેરો હોતા નથી તે મિશ્રિત હોય છે. જો કે હજુ પણ આ માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હવે તેને યોગ્ય રીતે સમજાવવું જરૂરી બનશે.