મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટને બોમ્બની ઉડાવાની ધમકી મળી છે. આ ધમકી ગોવા એરપોર્ટના ડાયરેક્ટરને ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ પછી, એરક્રાફ્ટને ભારતના એરસ્પેસમાં પ્રવેશતા પહેલા જ ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટને ઉઝબેકિસ્તાનમાં લેન્ડ કર્યા બાદ તેની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અઝુર એર એરક્રાફ્ટમાં 247 મુસાફરો સવાર હતા, જેમને ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યા હતા. આ બીજો કિસ્સો છે જ્યારે ગોવા આવી રહેલી ફ્લાઈટને આવા બોમ્બથી ઉડાડવાની ધમકી બાદ ડરના કારણે ડાયવર્ટ કરવામાં આવી હોય.
જાન્યુઆરીની શરૂઆતમાં જ અઝુર એરના ચાર્ટર પ્લેનમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાની જાણ થઈ હતી, ત્યારબાદ પ્લેનને ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 236 મુસાફરો હતા. તેમણે જણાવ્યું હતું કે અઝુર એર દ્વારા સંચાલિત ફ્લાઈટ નંબર AZV2463, દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર સવારે 4.15 વાગ્યે ઉતરવાનું હતું પરંતુ તે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલા તેને ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું. અધિકારીના જણાવ્યા અનુસાર, “ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટરને મોડી રાત્રે 12.30 વાગ્યે એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી, વિમાનને ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટ આવ્યું હતું.” તેઓએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીને પગલે મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું ગુજરાતના જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યાના લગભગ બે અઠવાડિયા પછી આ ઘટના બની છે.
GNS NEWS
Source link