[ad_1]
(જી.એન.એસ),તા.૧૮
જેસલમેર-રાજસ્થાન,
પોખરણના આકાશમાં જોવા મળી વાયુસેનાની શક્તિ. સંભળાઈ ભારતીય વાયુસેનાની ગર્જના. રાજસ્થાનના જેસલમેર પાસે પોખરણમાં એર-ટુ-ગ્રાઉન્ડ રેન્જમાં અભ્યાસ વાયુશક્તિ 2024નું આયોજન કરાયું છે. વાયુશક્તિ 2024. જેમાં ભારતીય વાયુસેનાનો દમખમ દર્શાવીને દુશ્મન દેશને ચિત્ત કરવાની ઉત્તેજના સભર કવાયત ખાસ છે. રાજસ્થાનના જેસલમેરની પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ 2024નું આયોજન. સ્વદેશી 121 વિમાનો આ પ્રદર્શનમાં ખાસ રહેશે. તેજસ અને પ્રચંડની તાકાત દુનિયા જોશે. જેમાં પહેલી-વહેલી વાર આ શક્તિ પ્રદર્શનમાં જોવા મળશે રાફેલની ક્ષમતા. આ સાથે મિરાજ-2000, સુખોઈ-30 MKI, જગુઆર, C-130J, ચિનુક, અપાચે અને MI-17ની શક્તિનું પ્રદર્શન. આ સાથે જ ખાસ ધ્યાન આકર્ષશે ભારતીય બનાવટની વેપન સિસ્ટમ આકાશ અને સમર કે જે જમીનથી આકાશમાં વાર કરનારુ સટિક શસ્ત્ર છે. તેનું પણ પ્રદર્શન દુશ્મનોના દાંત ખાટા કરવા પૂરતુ છે. આ શક્તિપ્રદર્શન એટલે પણ ખાસ છે કારણ કે, છેલ્લે વાયુશક્તિનો યુદ્ધ અભ્યાસ વર્ષ 2019માં થયો હતો અને ત્યારબાદ 2024માં આ કસરત ભારતીય વાયુસેના કરશે. જ્યારે વાયુવીરોના યુદ્ધજહાજોની ગર્જના પોખરણથી માત્ર 150 કિલોમીટર દૂર સ્થિત પાકિસ્તાનમાં સંભળાશે તો તેની અસર દુશ્મનોને ફફડાવનારી ચોક્કસ હશે.