[ad_1]
(જી.એન.એસ) તા. 22
હૈદરાબાદ,
મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીની અગ્રવાની વળી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની ખેડૂતો એ લીધેલી લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે જે ખેડૂતોએ 12 ડિસેમ્બર, 2018 અને 9 ડિસેમ્બર, 2023 વચ્ચે 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે, તેમની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. ગયા અઠવાડિયે જ ઝારખંડમાં સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યની તિજોરી પર આશરે રૂ. 31,000 કરોડનો બોજ પડશે. બીજી તરફ તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના વચનને પ્રમાણિકપણે અમલમાં ન મૂકીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા હતા. રેડ્ડીએ કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, અગાઉની સરકારે તેના 10 વર્ષના શાસનમાં માત્ર રૂ. 28,000 કરોડની કૃષિ લોન જ માફ કરી હતી. જ્યારે અમે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાના છીએ.
તેલંગાણાની કોંગ્રેસ સરકારનો મોટો નિર્ણય
ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફીનું એલાન
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી રેડ્ડીએ કરી જાહેરાત
2018થી 2023 વચ્ચે લીધેલી લોન માફ કરાશે
રાજ્ય સરકાર પર 31 હજાર કરોડનો બોજ પડશે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.