[ad_1]
(જી.એન.એસ) તા. ૨
નવી દિલ્લી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના મુખ્ય નેતા અખિલેશ યાદવ લોકસભામાં તેમના ભાષણમાં EVM પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો અમે યુપીની તમામ 80 લોકસભા સીટો જીતી લઈએ તો પણ તેમાં ક્યારેય વિશ્વાસ નહીં આવે.
અખિલેશ યાદવે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી હંમેશા ઈવીએમની વિરુદ્ધ રહેશે. અમારું વચન છે કે અમે EVM દ્વારા જીતીશું તો પણ તેને તો હટાવીશું જ. અયોધ્યા લોકસભા બેઠક પરથી ભાજપની હાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે અમે અયોધ્યાથી પ્રેમનો સંદેશ લઈને આવ્યા છીએ.
અખિલેશ યાદવે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં માત્ર એક જ વસ્તુ થઈ છે – પરીક્ષા માફિયાનો જન્મ. જો સરકાર ભવિષ્યને મારી નાખે છે, તો તે વર્તમાનને કેવી રીતે સુધારશે? અખિલેશ યાદવે કહ્યું કે આ વખતે ઈન્ડિયા અલાયન્સની જીત સકારાત્મક રાજનીતિને આપવામાં આવેલ જનાદેશ છે. તેમણે કહ્યું કે આ સરકાર નોકરીઓ આપવા માંગતી નથી. તેથી જ પેપર લીક થઈ રહ્યા છે. વધુમાં સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યું કે તેઓ વિકાસની વાત કરે છે. અયોધ્યામાં રસ્તાઓ ધસી રહ્યા છે અને છત પડી રહી છે. જયારે બીજી બાજુ આપણો એક્સપ્રેસ વે જુઓ ત્યાં એરોપ્લેન પણ લેન્ડ કરી શકાય છે.
સમાજવાદી પાર્ટીના નેતા એ લોસ્ભામાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીનો સંદેશ એ છે કે હવે મનસ્વીતા નહીં પણ લોકોની ઈચ્છાનો વિજય થશે. આ દેશ કોઈની મહત્વકાંક્ષાથી નહીં ચાલે. તેમણે કહ્યું કે આજે દેશ માટે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને યુપી માટે 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત થઈ રહી છે. યુપીમાં આવું કંઈ જ બનતું નથી. પહેલીવાર એવું લાગે છે કે પરાજિત સરકાર સત્તા પર છે. જનતા કહી રહી છે કે સરકાર કામ કરતી નથી. આ એવી સરકાર છે જે પડવાની છે.
સરકાર અને ચૂંટણીપંચ કેટલાક લોકો પર વધારે મહેરબાન હતા. EVM પર મને કાલે પણ વિશ્વાસ નહોતા અને આજે પણ વિશ્વાસ નથી. હું 80 બેઠકો જીતું તો પણ મને EVMમાં વિશ્વાસ નથી. EVM કાલે પણ મુદ્દો હતો અને આજે પણ મુદ્દો છે. અમે સમાજવાદી પાર્ટી સત્તામાં આવીશું ત્યાં EVMનો નિકાલ કરીશું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.