[ad_1]
લોકસભામાં શિયાળુ સત્ર દરમિયાન બુધવારે ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યા પર વિસ્તારથી વાત કરી હતી. આ દરમિયાન તેમના તરફથી કેટલાય મુદ્દા પર વિચાર રજૂ કરવામાં આવ્યા હતા. પણ જ્યારે શાહ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. તેવા સમયે ટીએમસીના સાંસદ સૌગત રાય દ્વારા રોક-ટોક કરવામાં આવી હતી. જેનાથી કેન્દ્રીય ગૃહમંત્રી નારાજ થઈ ગયા હતા. હકીકતમાં જ્યારે અમિત શાહ પોતાનું ભાષણ આપી રહ્યા હતા, ત્યારે વચ્ચે ટીએમસી સાંસદ સૌગત રાયે રોક ટોક કરવાનું શરુ કરી દીધું હતું. તે અવરોધથી ગૃહમંત્રી નારાજ થઈ ગયા હતા અને તેમના તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે, રોક ટોક કરવી યોગ્ય નથી.
આ તમારી ઉંમર માટે પણ યોગ્ય નથી અને આપની સીનિયોરિટી માટે પણ. જો આપે બોલવું જ હોય તો, હું બેસી જાય છું. 10 મીનિટ તમે બોલી લો. વિષયની ગંભીરતા સમજો. બાદમાં જ્યારે વિપક્ષના કોઈ સાથીએ કહ્યું કે, ગૃહમંત્રી નારાજ કેમ થઈ જાય છે, તેના પર અમિત શાહે ફક્ત એટલું જ કહ્યું કે, તેઓ નારાજ નથી, પણ સમજાવી રહ્યા છે. ઘણી વાર મોટેરાઓને પણ સમજાવવા પડે છે. ત્યાર બાદ સદનમાં રોક ટોક બંધ થઈ અને અમિત શાહે ડ્રગ્સના મુદ્દા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના તરફથી એ વાતની ખુશી જાહેર કરવામાં આવી કે, આ મુદ્દા પર તમામ પાર્ટીઓ એકજૂટતા બતાવી હતી. દરેક રાજ્ય સાથે મળીને ડ્રગ્સની સમસ્યાને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનું કામ કર્યું છે.
GNS NEWS