[ad_1]
(જી.એન.એસ) તા. 28
નવી દિલ્હી,
શિક્ષણ મંત્રાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની 4મી વર્ષગાંઠની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલનારા અભિયાન “શિક્ષા સપ્તાહ” સાથે કરી રહ્યું છે. 7મા દિવસે, દેશભરની શાળાઓ વિદ્યાંજલિ અને તિથિ ભોજન પહેલ દ્વારા શિક્ષણમાં સમુદાયની ભાગીદારી પર ભાર મૂકે છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા સંચાલિત સ્કૂલ સ્વયંસેવક વ્યવસ્થાપન કાર્યક્રમ વિદ્યાંજલિનો શુભારંભ 7મી સપ્ટેમ્બર 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં સમુદાય, કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીના માધ્યમથી સ્કૂલોને મજબૂત કરવા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
ઝુંબેશના ભાગ રૂપે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે શાળાઓ માટે સૂચિત પ્રવૃત્તિઓની સૂચિ પ્રદાન કરી છે. શાળાઓ વિદ્યાંજલિ પોર્ટલ પર પોતાની જાતને ઓનબોર્ડ કરવા અને ટેકો આપવા માટે સ્થાનિક સ્વયંસેવકોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેઓ શાળાઓમાં “વૉલ ઑફ ફેમ/નોટિસ બોર્ડ” પર સક્રિય સ્વયંસેવકોના નામ પણ દર્શાવશે. વધુમાં, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ સ્વયંસેવકોને કૃતજ્ઞતા પત્રો લખશે.
રેલી, શેરી નાટકો, પોસ્ટર મેકિંગ અને સ્વયંસેવક પ્રવૃત્તિઓ વિશે ચાર્ટ મેકિંગ જેવી સામુદાયિક જાગૃતિ પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવશે. અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય- અને જિલ્લા-સ્તરના અધિકારીઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આ પ્રયાસો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના શિક્ષણમાં સમુદાયની ભાગીદારી વધારવાના લક્ષ્ય સાથે સુસંગત છે.
આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાંજલિ પોર્ટલ (https://vidyanjali.education.gov.in/) દ્વારા શાળાઓ, સ્વયંસેવકો અને સમુદાયને એકસાથે લાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક મજબૂત સહાયક પ્રણાલીનું નિર્માણ કરવાનો, વધુ સારું શીખવાનું વાતાવરણ ઊભું કરવાનો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.