[ad_1]
તમિલનાડૂના શ્રદ્ધાળુઓને સબરીમલા મંદિરે દર્શને જતાં શુક્રવારના રોજ આંતરરાજ્ય સરહદ નજીક, કેરલના ઈડુક્લકીમાં કુમાલી નજીક હેયરપિન મોડ પર ગાડી પલટી જતાં મોટી દુર્ઘટનો શિકાર થયા હતા. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ અને એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 8 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાની વિગતો હાલમાં મળી રહી છે. જ્યારે ચાર લોકોને વાહનની અંદર ફસાઈ ગયા છે અને સ્થાનિક લોકો, પોલીસ તથા રેસ્ક્યૂ ટીમ હાલમાં બચાવ કાર્ય કરી રહી છે. આ તમામ યાત્રી થેની-એંડિપેટ્ટીના રહેવાસી હતી. જે થેનીથી પરત ફરી રહ્યા હતા. દુર્ઘટના કુમિલી-કુંબમ માર્ગ પર તમિલનાડૂને પાણી પહોંચાડતી પહેલી પેનસ્ટોક પાઈપ પાસે થયો હતો.
તીર્થયાત્રીને લઈ જતી વૈન આ પાઈપ સાથે અથડાઈ હતી અને રોડ પરથી લગભગ 40 ફુટ ઊંડી ખીણમાં જઈને પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વૈન ફુલ સ્પિડમાં હોવાથી આ દુર્ઘટના થઈ હોવાનું કહેવાય છે. મૃતકો અને ઘાયલોના નામ અને અન્ય વિવરણ સહિત વિસ્તૃત જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ. સબરીમલા તીર્થયાત્રાની મૌસમ હાલમાં ચરમ પર છે, કેમ કે કેરલના પઠાનમથિટ્ટા જિલ્લામાં પહાડી વિસ્તારમાં એક જ દિવસમાં લગભગ 1 લાખ તીર્થયાત્રીઓ આવી રહ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ હતી, જ્યારે આ દર્શનાર્થીઓ મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જેમાંથી ઘાયલ લોકોને થેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અમુક લોકો ગાડીમાં દબાયેલા હતા તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી.
GNS NEWS