[ad_1]
(જી.એન.એસ),તા.૦૯
મુંબઈ,
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની શોધ, વિકાસ અને ઉત્પાદન, ક્રૂડ ઓઈલના પરિવહન અને LPG ના ઉત્પાદનમાં કાર્યરત છે. તે ઓઈલ બ્લોક્સ માટે વિવિધ E&P સંબંધિત સર્વિસિસ પણ પૂરી પાડે છે. હાલમાં કંપની ભારતમાં 60 બ્લોકમાં હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત યુએસ, નાઇજીરીયા, વેનેઝુએલા, રશિયા, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં 12 બ્લોકમાં હિસ્સો ધરાવે છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 8 માર્ચના રોજ,એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે, કંપનીને વર્ષ 2023-24 માટે બીજી વખત વચગાળાનું ડિવિડન્ડ આપશે. શેરહોલ્ડર્સને એક ઈક્વિટી શેર દીઠ 8.50 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 18 માર્ચ નક્કી કરવામાં આવી છે. એટલે કે તે તારીખના રોજ કંપનીની રેકોર્ડ બુકમાં જેઓના નામ હશે તેમને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
ઓઈલ ઈન્ડિયા લિમિટેડના શેર 7 માર્ચના રોજ 3.60 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 636 ના સ્તર પર ખુલ્યો હતો અને 643.55 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.57 ટકાના ઘટાડા સાથે 630.25 રૂપિયાના સ્તર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 647 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 240 રૂપિયા છે. છેલ્લા 6 મહિનામાં ઓઈલ ઈન્ડિયા લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 348.90 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 124.01 ટકાનો વધારો થયો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 135.34 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 362.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 253.08 ટકાનું રિટર્ન આપ્યું છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 56.7 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 6.51 ટકા છે. કંપનીમાં કુલ 2,82,349 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 68328 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 22404 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 6964 કરોડ રૂપિયા છે.