[ad_1]
(જી.એન.એસ) તા. 23
નવી દિલ્હી,
કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ 2024માં સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત કરવામાં આવ્યુ છે. તેમા ડિફેન્સ માટે 6.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જે ગત વર્ષની સરખામણીએ 3.4 ટકા વધુ છે. ગત વર્ષે સરકારે ડિફેન્સ માટે 5.93 લાખ કરોડની જોગવાઈ કરી છે. કૂલ બજેટની સરખામણીએ જોઈએ તો સૌથી વધુ હિસ્સો સંરક્ષણ ક્ષેત્રે રાખવામાં આવ્યુ છે. જો 12.9 ટકા છે.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં ગરીબ, મહિલા, યુવા અને અન્નદાતા પર ફોકસની સાથોસાથ સૌથી વધુ ફોકસ રક્ષા બજેટ પર કરવામાં આવ્યુ. યુનિયન બજેટની વેબસાઈટ અનુસાર સરકારે ડિફેન્સ માટે 6 લાખ, 21 હજાર 940 કરોડ રૂપિયા રાખ્યા છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટરને મજબુત કરવાની સાથોસાથ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
દેશની સેનાને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ બજેટમાં ઘણી જોગવાઈઓ છે. આમાં ત્રણેય સેનાઓ માટે શસ્ત્રો અને સાધનોના નિર્માણ માટે અનેક પરિયોજનાઓની તૈયારી કરવામાં આવી છે. આ સિવાય સરકાર જાહેર સાહસોમાં પણ રોકાણ કરવા તૈયાર છે. અગાઉ વચગાળાના બજેટમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સંરક્ષણ ક્ષેત્ર માટે ડીપ ટેક ટેક્નોલોજીને મજબૂત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ભારતને શસ્ત્રોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. આ સિવાય રોબોટિક્સ, મશીન લર્નિંગ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં પણ સંશોધન કરવામાં આવશે.
રક્ષા બજેટને 4 ભાગોમાં વહેંચવામાં આવ્યુ છે. જેમા પહેલો હિસ્સો સિવિલ, બીજો રેવન્યુ, ત્રીજો કેપિટલ એક્પેન્ડિચર અને ચોથો પેન્શન છે. જેમા સિવિલમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈજેશન, ટ્રિબ્યુનલ સહિત માર્ગ અને અન્ય વિકાસના કામ થાય છે. જેના માટે 25 હજાર 963 કરોડ રાખવામાં આવ્યા છે. રેવન્યુ બજેટ દ્નારા ડિફેન્સ ક્ષેત્રનો પગાર કરવામાં આવે છે. જેના માટે 2 લાખ 82 હજાર 772 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કેપિટલ એક્સપેન્ડિટચર દ્વારા હથિયાર અને અન્ય જરૂરી ઉપકરણો ખરીદવામાં આવે છે. જેના માટે બજેટમાં 1 લાખ 72 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. ત્રીજો અને સૌથી મહત્વનો હિસ્સો પેન્શન છે. જેના માટે બજેટમાં 1 લાખ 41 હજાર 205 કરોડ રૂપિયાનું પ્રાવધા કરવામાં આવ્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.