[ad_1]
(જી.એન.એસ),તા.૦૯
મુંબઈ,
સ્ટીલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની KP ગ્રીન એન્જિનિયરિંગનો IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. રોકાણકારો 15 માર્ચથી આ આઈપીઓમાં રોકાણ કરી શકે છે. KP ગ્રુપની આ ત્રીજી કંપનીનો જો IPO આવી રહ્યો છે. આ પહેલા કેપી ગ્રીન એનર્જીનો આઈપીઓ વર્ષ 2016 માં આવ્યો હતો જેની સાઈઝ 6.44 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત કેપીઆઇ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો આઈપીઓ વર્ષ 2019 માં આવ્યો હતો જેની સાઈઝ 39.94 કરોડ રૂપિયા હતી. હવે 15 માર્ચે KP ગ્રીન એન્જિનિયરિંગનો IPO આવશે. KP ગ્રીન એન્જિનિયરિંગના IPO માં પ્રાઈસ બેન્ડ 137 થી 144 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામો આવ્યો છે.
આ IPO SME હોવાથી શેરની લોટ સાઈઝ મિનિમમ 1000 શેર છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટર્સે ઓછામાં ઓછા 1,44,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, IPO દ્વારા કંપની 189.50 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીનાઆઈપીઓમાં શેરનું એલોટમેન્ટ 20 માર્ચે થઈ શકે છે અને BSE SMEમાં કંપનીનું લિસ્ટિંગ 22 માર્ચે થઈ શકે છે. કેપી ગ્રીન એન્જીનિયરિંગના આઈપીઓનું ગ્રે માર્કેટમાં સારૂ પ્રદર્શન છે. IPO આજે 80 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો લિસ્ટિંગ સુધી શેરની સ્થિતિ આવી રહેશે તો IPO શેરબજારમાં 224 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ ગણતરી અનુસાર રોકાણકારોને પહેલા જ દિવસે 55 ટકા નફો થઈ શકે છે. કંપનીએ IPO ના 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખ્યા છે. તેમજ 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અનામત છે.