[ad_1]
(જી.એન.એસ),તા.૧૭
નવીદિલ્હી,
આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને આવશે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલ પર એક કાર્યક્રમમાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું હેડલાઈન્સ પર નહીં, ડેડલાઈન પર કામ કરું છું. જ્યારે વિપક્ષ કાગળ પર સપના વણી રહ્યો છે.
નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીનો સમય છે, તેથી અમારા વિપક્ષી મિત્રો કાગળ પર સપના વણવામાં વ્યસ્ત છે. પરંતુ મોદી સપનાથી આગળ વધે છે અને સંકલ્પ સાથે આગળ વધે છે. પીએમ મોદીએ કહ્યું કે હું નિશ્ચિતપણે કહી શકું છું કે આવનારા 5 વર્ષ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે.
પીએ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે ગવર્નન્સનું સંપૂર્ણપણે નવું મોડલ વિકસાવ્યું છે. અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે પ્રાથમિકતાઓમાં સૌથી પાછળ હતું. આજે ‘મૂડ ઓફ ધ નેશન’ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે. આજે ‘મૂડ ઓફ ધ નેશન’ વિકસિત ભારતના નિર્માણનો છે. હું એવી વ્યક્તિ છું જે હેડલાઇન્સ પર નહીં પરંતુ ડેડલાઇન પર કામ કરૂ છું.
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમે લોકો 2029 પર અટવાયેલા છો પરંતુ હું 2047ની તૈયારી કરી રહ્યો છું. વડાપ્રધાને કહ્યું કે આજે જ્યારે આખું વિશ્વ અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગયું છે ત્યારે એક વાત નિશ્ચિત છે કે ભારત વધુ ઝડપી ગતિએ વિકાસ કરવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના ‘વિકસિત ભારત’નું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે.