ગુજરાત વિધાનસબાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસીક 156 બેટક પર જીત મેળવી છે. ભાજપ ફરી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર બનાવશે ત્યારે 12 ડિસેમ્બરના રોજ 2વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં શપથ સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાની ભવ્ય જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વ અંતર્ગત યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની વિકાસવાદની રાજનીતિને સ્વિકારી સમર્થન આપવા બદલ ગુજરાતની જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. સી. આર. પાટીલ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલ રેવડી આપનારી પાર્ટી તેમજ કોંગ્રેસીઓની તુષ્ટીકરણની રાજનીતિને ગુજરાતની જનતાએ નકારી છે અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને અમિતભાઇ શાહ સાહેબની વિકાસવાદની રાજનીતિને સ્વિકારી છે.
આઝાદીના સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતી ૯ સીટો પૈકી ૭ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઇ છે. ગુજરાતની અસ્મિતા જાળવી રાખવા માટે રેવડી આપનારી આમ આદમી પાર્ટીને દિલ્હી પરત જવાનો રસ્તો બતાવી આપ્યો છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતની જનતાએ વિકાસલક્ષી કામગીરી જોઇ તેમના આશિર્વાદ આપ્યાં છે. સી. આર. પાટીલ વધુમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આગામી સરકાર ભવ્ય ગુજરાત, ગૌરવશાળી ગુજરાત અને પ્રગતિશીલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ સાથે આગળ વધવાની છે. ગુજરાતની જનતા જાણે છે અને સમજે છે કે ગુજરાતનો વિકાસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન વાળી સરકાર દ્વારા જ થઇ શકે છે. ગુજરાતમાં અન્ય રાજકીય પક્ષો દ્વારા મોટી મોટી લોભામણી જાહેરાતો આપવામાં આવી હતી. ગુજરાતની વિકાસયાત્રામાં રોડા નાંખનાર રાષ્ટ્રવિરોધી શક્તિઓ પણ આવી હતી. ગુજરાતની જનતા સ્વાભિમાનથી જીવવા વાળી હોવાથી ગુજરાત વિરોધી, કાવતરાખોર શક્તિઓને ફગાવી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી આપી છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.