[ad_1]
ગુજરાત વિધાનસબાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસીક 156 બેટક પર જીત મેળવી છે. ભાજપ ફરી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર બનાવશે ત્યારે 12 ડિસેમ્બરના રોજ 2વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં શપથ સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાની ભવ્ય જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વ અંતર્ગત યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની વિકાસવાદની રાજનીતિને સ્વિકારી સમર્થન આપવા બદલ ગુજરાતની જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. સી. આર. પાટીલ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલ રેવડી આપનારી પાર્ટી તેમજ કોંગ્રેસીઓની તુષ્ટીકરણની રાજનીતિને ગુજરાતની જનતાએ નકારી છે અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને અમિતભાઇ શાહ સાહેબની વિકાસવાદની રાજનીતિને સ્વિકારી છે.
આઝાદીના સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતી ૯ સીટો પૈકી ૭ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઇ છે. ગુજરાતની અસ્મિતા જાળવી રાખવા માટે રેવડી આપનારી આમ આદમી પાર્ટીને દિલ્હી પરત જવાનો રસ્તો બતાવી આપ્યો છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતની જનતાએ વિકાસલક્ષી કામગીરી જોઇ તેમના આશિર્વાદ આપ્યાં છે. સી. આર. પાટીલ વધુમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આગામી સરકાર ભવ્ય ગુજરાત, ગૌરવશાળી ગુજરાત અને પ્રગતિશીલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ સાથે આગળ વધવાની છે. ગુજરાતની જનતા જાણે છે અને સમજે છે કે ગુજરાતનો વિકાસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન વાળી સરકાર દ્વારા જ થઇ શકે છે. ગુજરાતમાં અન્ય રાજકીય પક્ષો દ્વારા મોટી મોટી લોભામણી જાહેરાતો આપવામાં આવી હતી. ગુજરાતની વિકાસયાત્રામાં રોડા નાંખનાર રાષ્ટ્રવિરોધી શક્તિઓ પણ આવી હતી. ગુજરાતની જનતા સ્વાભિમાનથી જીવવા વાળી હોવાથી ગુજરાત વિરોધી, કાવતરાખોર શક્તિઓને ફગાવી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી આપી છે.
સી. આર. પાટીલ સાહેબે વધુમાં જણાવ્યુ હતું કે, ચૂંટણી પ્રચાર પ્રસાર એ કાર્યકર્તાઓ માટે જીવનનો યાદગાર અનુભવ છે. જનતા અને સંગઠનના વિશ્વાસને મજબૂતી આપવાનું કામ કરે છે. પક્ષની વિચારધારા અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તેનાથી જ શ્રેષ્ઠ ગુજરાતના નિર્માણમાં કાર્યકર્તાઓ નિઃસ્વાર્થપણે તેમનું યોગદાન આપે છે. રાજ્યમાં આગામી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનવાળી સરકાર ગુજરાતના વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરશે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સત્તાને માધ્યમ બનાવી લોકોની સેવા અને કલ્યાણની પરંપરાને આગળ વધારવાનો તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જનાધાર સ્પષ્ટ થઇ ગયો છે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પહેલેથીજ કહી દીધુ હતું કે આ વખતે ગુજરાતના તમામ રેકોર્ડ તોડવા જઇ રહી છે અને થયું છે પણ એવું જ કે ગુજરાતની જનતા જનાર્દને નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી સૌથી વધુ સીટો સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટશેર સાથે પૂર્ણ બહુમતી આપેલ છે.
ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર કોઇપણ જાતની પદ પ્રતિષ્ઠા વગર જનસેવા કાર્યોમાં કાર્યરત છે. ભારતીય જનતા પાર્ટીની જીત એ જનતા જનાર્દનની જીત છે અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જીત છે. ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગૃહ મંત્રી અમિતભાઇ શાહ બ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ તેમજ કર્મઠ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કર્મઠ કાર્યકર્તાઓને આગામી સમયમાં દેશમાં અને વિશ્વમાં ગુજરાત રાજ્યને પ્રસ્થાપિત કરવા માટે અને ગુજરાત નં. ૧ નું બિરૂદ જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સતત પ્રયત્નશીલ રહે તેવી અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ સંકલ્પ પત્ર રૂપી દસ્તાવેજને પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહેવા અંગે પણ અપીલ કરી હતી. આગામી સમયમાં પણ નરેન્દ્રભાઇ મોદી આપેલ સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાત રાજ્ય દેશનું પહલું રાજ્ય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
GNS NEWS