કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકારે આતંક સામે ઘણા મોટા પગલા લીધા છે. વર્ષ 2014 પછી નાગરિકોના મૃત્યુમાં 80 ટકાનો ઘટાડો થયો છે. આતંકવાદ પર સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં 168 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, આતંકવાદને હંમેશાં માટે ખાતમો કરવાની મોદી સરકારની નીતિ રહી છે. અમે ભારતમાં આતંકવાદની કમર તોડવામાં કોઈ કસર બાકી રાખી નથી.
2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019માં બાલાકોટમાં અમારી કાર્યવાહી તેના જીવંત પુરાવા છે. અનુરાગ ઠાકુરે કહ્યું, ઉત્તર પૂર્વમાં શાંતિનો યુગ આવ્યો છે. 2014 થી ઉગ્રવાદી હિંસામાં 80% ઘટાડો થયો છે. 2014 પછી 6000 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે નોર્થ ઈસ્ટના મોટા ભાગના સ્થળોએથી Afspa હટાવી દીધું છે. આસામમાં પણ 60 ટકા જગ્યાએથી હટાવી દેવામાં આવ્યા છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.