આજથી બરાબર 21 વર્ષ પહેલા. 13 ડિસેમ્બર, 2001ના રોજ સવાર સુધી બધું ખૂબ સામાન્ય હતું. સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું હતું, વિપક્ષી સાંસદો કોફીન કૌભાંડને અંગે કફન ચોર, ગાદી છોડ.. સેના લોહી વહાવે છે, સરકાર દલાલી ખાય છે એવા નારા સાથે રાજ્યસભા અને લોકસભા ગજાવી રહ્યા હતા. સદનને 45 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાંથી પોતાના ઘર તરફ નીકળી ગયા હતા.
જોકે નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિતના અન્ય સાંસદો સંસદમાં ઉપસ્થિત હતા. તે સમયે સફેદ એમ્બેસેડર કારમાં જૈશ-એ-મુહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદી સંસદ ભવનના પરિસરમાં પ્રવેશ કરે છે. એક આતંકવાદી સંસદ ભવનના ગેટ પર જ બોમ્બ વડે પોતાની જાતને ઉડાવી દે છે. ઉપરાષ્ટ્રપતિના ડ્રાઈવર શેખર સંસદમાં રાજ્યસભાના ગેટ નંબર-11ની બહાર તેમની રાહ જોઈ રહ્યા હતો. તે સમયે તેને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જે બાદ તેની કાર સાથે આતંકવાદીઓની કાર અથડાઈ હતી. જે પછી આંતકીઓઅ નીચે ઉતરીને તાબડતોબ ગોળીબાર શરૂ કરી દિધો હતો. શેખરે પોતાનો જીવ બચાવવા ગાડીની પાછળ સંતાઈ જવું પડ્યું હતું.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.