[ad_1]
ઝારખંડની એક બની એક શર્મનાક અને ચોંકાવનારી ઘટના
(જી.એન.એસ) તા. 29
રાંચી,
ઝારખંડના રાંચી જિલ્લામાંથી એક ખુબજ શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ચાર યુવકોએ ઘરમાં ઘૂસીને સૈનિકની પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની શોધમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.
આ બનાવ રાંચી જિલ્લાના ખરસીદાગ ઓપી વિસ્તારના પોકટોલી ગામમાં બન્યો હતો. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ પીડિત મહિલાનો પતિ ભારતીય સેનાનો જવાન છે, તે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં તહેનાત છે. મધ્યરાત્રિએ મહિલાને ઘરે એકલી જોયા બાદ ચાર યુવકોએ બાળકોની સામે જ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પીડિત મહિલાને એક બાળક 4 મહિનાનો અને બીજો 7 વર્ષનો છે.
જો કે પીડિત મહિલા આરોપીને ઓળખતી નથી. ઘટનાની માહિતી પીડિતાના પતિને આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાનો વહેલી તકે પર્દાફાશ કરવામાં આવશે. પોલીસ ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે જેથી આરોપીઓ વિશે કડીઓ મળી શકે અને તાત્કાલિક ધોરણે તેમણે ઝડપી પાડવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.