[ad_1]
(જી.એન.એસ),તા.૨૭
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી બરાબર 5 દિવસ એટલે કે 01 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વચગાળાના બજેટમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એવા ઘણા પાસાઓ પર જાહેરાત કરી શકે છે જે બજારમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. રોકાણકારો અને બજાર નિરીક્ષકો અપેક્ષા રાખે છે કે વચગાળાના બજેટમાં નાણાં પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતો આગામી નાણાકીય વર્ષ માટે સરકારની પ્રાથમિકતાઓ વિશે ઘણી માહિતી પ્રદાન કરશે. જેમાં મૂડી ખર્ચ, રોજગાર સર્જન, રાજકોષીય ખાધ, ક્રિપ્ટોકરન્સી અને આવકવેરો જેવા મહત્વપૂર્ણ નિયમો લઇ શકે છે.
સૌપ્રથમ મૂડી ખર્ચ વિષે જણાવીએ, આર્થિક વિકાસને વેગ આપવા માટે સરકાર આગામી બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર અથવા કેપેક્સ વધારીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસની ગતિ જાળવી શકે છે. સરકાર મનરેગા, ગ્રામીણ રસ્તાઓ, પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ વિશ્વકર્મા યોજના જેવી સરકારી યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવી શકે છે. તેના પછી રોજગાર સર્જન વિષે જણાવીએ, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પેદા કરવા માટે સરકાર અગત્યનીજાહેરાતો કરી શકે છે. ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓનો વિસ્તાર કેમિકલ અને સેવાઓ સંબંધિત ક્ષેત્રોમાં વિસ્તૃત કરી શકાય છે. ડેલોઈટના જણાવ્યા મુજબ “આ કરવાની એક રીત ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર વધુ ખર્ચ કરવો અને રોકડ પ્રવાહને સુધારવા માટે પ્રોત્સાહનો પૂરો પાડવાનો હોઈ શકે છે. રસાયણો અને સેવાઓ-સંબંધિત ક્ષેત્રો સુધી PLI યોજનાઓનો વ્યાપ વિસ્તૃત કરવાથી ઉત્પાદન ક્ષેત્રમાં મદદ મળી શકે છે “
ત્યારબાદ આવકવેરો વિષે જણાવીએ, આર્થિક નિષ્ણાતોના મતે ૧ ફેબ્રુઆરીએ બજેટમાં આવકવેરાની મર્યાદા વધારવાની કોઈ શક્યતા નથી. પ્રત્યક્ષ આવકવેરા ભરનારાઓની સંખ્યા પહેલેથી જ ઘણી ઓછી છે, તેથી સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને તેની આવક ઘટાડવાનું વિચારશે નહીં. આ પછી રાજકોષીય ખાધ વિષે પણ જણાવીએ, ચૂંટણીના દબાણ છતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં રાજકોષીય ખાધને ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 5.3 ટકા સુધી ઘટાડવાનું નિર્ણય પાર મહોર મારી શકે છે. BofA સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, “ચૂંટણીના દબાણ છતાં કેન્દ્રની રાજકોષીય ખાધ જીડીપીના 5.3 ટકા સુધી વધુ કડક થવાની અમને અપેક્ષા છે.”
દેશની આર્થિક સ્થિતિ માટે સુરક્ષા અને વ્યવસ્થાપનને અસર કરતું પરિબળ હોયતો ક્રિપ્ટોકરન્સી (ડિજીટલ રૂપિયા). આ એક એવી ડિજીટલ સુવિધામાં છે કે જેનાથી કોઈ વ્યક્તિ અને સંસ્થા વચ્ચે થતી વ્યવહારિક (રૂપિયાની લેવડદેવડ)સબંધ અને સંતુલનને ખોરવી શકે છે અને ઘણું મોટું નુકશાન પણ થઇ શકે છે અને આના પર સરકારે કડક કાનૂની કાયદા અને નિયમો બનાવવા જોઈએ જે વીશે ઘણી વાર સરકારને જણાવવામાં આવ્યું છે પણ હવે આ વચગાળાનું નાણાકીય વર્ષના બજેટમાં રજુ કરી શકે છે. તો આ ક્રિપ્ટોકરન્સી (ડિજીટલ રૂપિયા) વિષે જણાવીએ, દેશમાં હજુ ક્રિપ્ટોકરન્સીને કાનૂની દરજ્જો નથી. લોકો મોટા પાયે તેની ખરીદી અને વેચાણ કરી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તેના નિયમન માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને લીધે ક્રિપ્ટો માર્કેટ તાજેતરના ભૂતકાળમાં ભારતીય રોકાણકારો માટે આકર્ષક રહ્યું નથી. સરકાર ક્રિપ્ટો એક્સચેન્જો પર 18 ટકા GST પણ વસૂલે છે જે ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણ વધુ મોંઘી બનાવે છે.