[ad_1]
(GNS),18
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી. પીએમએ કહ્યુ હતુ કે ટીમ વર્કવા કારણે વાવાઝોડાનો સામનો કરવો આસાન રહ્યો તેમજ કચ્છના લોકોએ હિમ્મતથી આવેલ સંકટનો સામનો કર્યો હતો.આ સાથે PM એ આજે જળ સંકટ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન અજે મન કી બાતના કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિ કરી રહ્યા છે ત્યારે પીએમએ જળ સંકટ પર ચર્ચા કરતા તેમણે કહ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના બાંદાના રહેવાસી તુલસી રામ યાદવનો ઉલ્લેખ કર્યો. પીએમે કહ્યું કે તેમણે 40 થી વધુ તળાવ બનાવ્યા. આ તળાવના પાણીનો ઉપયોગ આજે ખેતીમાં થાય છે. તુલસી રામ યાદવે હાપુડમાં લુપ્ત થઈ ગયેલી લીમડાની નદીને પુનર્જીવિત કરી. લોકોના સામૂહિક પ્રયાસોથી નદીઓ ફરી જીવંત બની. વડાપ્રધાનના આ ખાસ કાર્યક્રમે 30 એપ્રિલે 100 એપિસોડ પૂરા કર્યા હતા. વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે.
પીએમનો વિશેષ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. પીએમે કહ્યું કે આ વખતે મન કી બાત એક અઠવાડિયા પહેલા થઈ રહી છે. PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે તેઓ આગામી સપ્તાહમાં અમેરિકામાં હશે. આવી સ્થિતિમાં ઘણી દોડધામ થશે. પીએમે કહ્યું તેથી જ તેમણે પ્રવાસ પર જતા પહેલા નાગરિકો સાથે વાત કરવાનું વિચાર્યું. PM એ કહ્યું કે તમારી સાથે વાત કરવાથી સારું શું હશે.. તમારા આશીર્વાદ, પ્રેરણા, મારી ઉર્જા પણ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ટીબીને ખતમ કરવાના પ્રયાસોમાં યુવાનોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આપણા બાળકો અને યુવાનોએ દેશને ટીબી મુક્ત બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે. આ ક્રમમાં, પીએમએ નૈનીતાલના એક ગામમાં દિકર સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ટીબીના 6 દર્દીઓ લઈ ચૂક્યા છે. એ જ રીતે કિન્નરના જ્ઞાન સિંહ પણ ટીબીના દર્દીઓને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. 25 જૂન 1975ના દિવસે ભારતમાં ઈમરજેન્સી લગાવવામાં આવી હતી જેનો પણ પીએમ મોદીએ મન કી બાતના કાર્યકર્મમાં ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે ઈમરજન્સી એ દેશનો કાળો અધ્યાય છે અત્યાર સુધી એ ભયાનક દ્રશ્યોનો ભૂલી શક્યા નથી. ઈમરજન્સી પર ઘણી બુક પણ લખવામાં આવી છે .