[ad_1]
(જી.એન.એસ),તા.૨૨
અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન થતાં જ આકાશમાં પુષ્પ વર્ષા થઈ હતી. ભારતીય વાયુસેનાના વિમાનમાંથી આ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. 12:29 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ જેવા ભગવાનના દર્શન થયા કે તુરંત જ વાયુસેના દ્વારા આકાશમાં પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. સાક્ષાત આકાશમાંથી દેવી-દેવતાઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હોય તેવો અદભૂત નજારો અયોધ્યામાં જોવા મળ્યો હતો. જેની લગભગ 500 વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી એ ઐતિહાસિક દિવસ આખરે આવી ગયો છે. આજે ભગવાન શ્રી રામ તેમની જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થયા છે. મંત્રોચ્ચાર સાથે રામલલ્લાના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ 12:29 કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા. ભગવાન શ્રી રામના દર્શન થતાં જ આકાશમાં પુષ્પ વર્ષા થઈ હતી.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમામ ભક્તોને ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય દર્શન થયા. મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ 12:29 કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં ખાસ થાળી હતી. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કર્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. ગર્ભગૃહમાંથી પ્રથમ તસવીરો સામે આવી હતી. જેમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપના હાથમાં સોનાનું ધનુષ્ય અને બાણ સાથે દર્શન થયા હતા.