[ad_1]
(જી.એન.એસ),તા.૨૩
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરત ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીનાના પર્વ દરમિયાન દેશને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફાયદો થશે અને તેમના ઘરના બજેટ પરનો ભાર પણ ઓછો થશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળશે. પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે.
પીએમે કહ્યું, ‘અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે.’ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું આજે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર, મારો સંકલ્પ વધુ દૃઢ થયો છે કે ભારતીયોની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે, “અયોધ્યાથી પરત ફર્યા બાદ આ પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. આ યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો જ નહીં કરે પરંતુ દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર પણ બનાવશે.