[ad_1]
(જી.એન.એસ),તા.૨૫
ગાંધીનગર,
૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકતાંત્રિક પરંપરાઓની મર્યાદા જાળવવા અને તમામ ચૂંટણીઓમાં મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. આજે રાજભવન પરિસરમાં રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા. લોકતંત્રમાં પૂર્ણ આસ્થા સાથે દેશની લોકતાંત્રિક પરંપરાઓની મર્યાદાઓ જાળવી રાખીને, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમા અખંડ રાખીને, નિર્ભિક થઈને ધર્મ, વર્ગ, જાતિ, સમુદાય, ભાષા અથવા કોઈથી પણ પ્રભાવિત થયા વિના દરેક ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા હતા.