[ad_1]
(જી.એન.એસ),તા.૦૯
ગુજરાત ફ્લોરોકેમિકલ્સની સબસિડરી જીએફસીએલ ઈવી પ્રોડક્ટ્સે બુધવારે જાહેરાત કરી હતી કે તે ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી મટીરિયલ્સની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આગામી 4-5 વર્ષમાં ~6000 કરોડનું રોકાણ કરશે. કંપની આ પ્રોડક્ટ્સની જ્યાં વધુ માંગ છે તેવા અમેરિકા, યુરોપ અને સ્થાનિક બજારમાં આ પ્રોડક્ટસ મૂકવાની તૈયારી કરી રહી છે. GFCL EVએ કેટલાક જાણીતા વૈશ્વિક કસ્ટમર્સ સાથે લાંબા ગાળાનું જોડાણ શરૂ કરી દીધું છે જેને કારણે ઉત્પાદન ક્ષમતા વધારવા માટેનો વિશ્વાસ વધ્યો છે તેમ તેણે કહ્યું હતું. કંપની આગામી 4-5 વર્ષમાં ~6000 કરોડનું રોકાણ કરશે જે પૈકી ડિસેમ્બર 2023 સુધીમાં ~650 કરોડનું રોકાણ તેણે કરી પણ દીધું છે.
લિસ્ટેડ કંપની ગુજરાત ફ્લોરોકેમિકલ્સની 100 ટકા સબસિડરી આ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રોલાઈટ સોલ્ટ્સ LiPF6, એડિટિવ્ઝ, ઈલેક્ટ્રોલાઈટ ફોર્મ્યૂલેશન્સ, કેથોડ એક્ટિવ મટીરિયલ્સ જેમ કે એલએફપી અને કેથોડ બાઈન્ડર્સ જેમ કે પીવીડીએફ અને પીટીએફઈ તથા સોડિયમ આયન બેટરી માટે NaPF6ની સ્પેશ્યલાઈઝ્ડ ઓફરિંગ્સનો પણ સમાવેશ છે. LiPF6 પ્રોજેક્ટ માટે પ્લાન્ટ ખાતે વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે તેમ કંપનીએ કહ્યું હતું. ઈવી બેટરી ચેઈન માટે વૈશ્વિક તક 2030 સુધીમાં 300 અબજ ડોલરની થશે તેવો અંદાજ છે. સ્થાનિક બજારમાં જીએફએલે ઈવી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને અહીં ઈવી માર્કેટ 2030 સુધી 30 ટકાના વાર્ષિક દરે વધતું રહેશે તેવો અંદાજ છે. કંપનીને કન્સેશનલ ઈન્કમ ટેક્સ રેટ રેજિમનો લાભ મળવાપાત્ર છે.