[ad_1]
NDAમાં સામેલ થવા પર જયંત ચૌધરીએ કહ્યું “આ નિર્ણય પાછળ તેમના લોકોનું કલ્યાણ છે”
(જી.એન.એસ),તા.૧૩
નવીદિલ્હી,
ખેડૂત નેતા જયંત ચૌધરીની રાજકીય પાર્ટી રાષ્ટ્રીય લોકદળ NDAમાં જોડાઈ ગઈ છે. સોમવારે NDAનો હિસ્સો બન્યા બાદ રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ કહ્યું કે, તેમણે દરેકના કલ્યાણને ધ્યાનમાં રાખીને એનડીએમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. જયંત ચૌધરીએ કહ્યું કે, અમારે એનડીએમાં જોડાવવું કે નહી તે અંગેનો નિર્ણય ખૂબ જ ઓછા સમયમાં લેવાનો હતો. એનડીએમાં સામેલ થવા પર ધારાસભ્યોની નારાજગીના સવાલ પર જયંત ચૌધરીએ કહ્યું કે, મેં મારી પાર્ટીના તમામ ધારાસભ્યો અને કાર્યકરો સાથે વાત કર્યા બાદ ઈન્ડિયા ગઠબંધન છોડીને એનડીએમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ કોઈ મોટું આયોજન નહોતું. અમારે આ નિર્ણય ટુંક સમયમાં લેવાનો હતો. અમે લોકો માટે કંઈક સારું કરવા માંગીએ છીએ.
તેમણે કહ્યું કે, એવું નથી કે NDAમાં જોડાવાના નિર્ણય પાછળ કોઈ મોટી યોજના હતી કે અમે તૈયાર છીએ. ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવામાં આવ્યો ત્યારે અમે બધા ખુશ છીએ. આ એક મોટું સન્માન છે, જે ફક્ત અમારા પરિવાર અને ટીમ સુધી સીમિત નથી. દેશના ખૂણે ખૂણે રહેતા આપણા ખેડૂત ભાઈઓ, યુવાનો અને ગરીબ લોકો પણ આદરણીય છે. તેમનું સન્માન છે. પશ્ચિમ ઉતર પ્રદેશને ખેડૂત, જાટ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ 27 બેઠકો છે અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે 27માંથી 19 બેઠકો જીતી હતી. જ્યારે બાકીની 8 બેઠકો વિપક્ષ દ્વારા જીતવામાં આવી હતી. વિપક્ષના ખાતામાં આવેલ 8 બેઠક પૈકી 4 બેઠક સપાના ખાતામાં અને 4 બેઠક બસપાના ખાતામાં આવી હતી. પરંતુ, રાષ્ટ્રીય લોકદળ એક પણ બેઠક જીતી શકી નહોતુ. જયંત ચૌધરીને પણ પશ્ચિમ યુપીમાં જાટ સમુદાયનું સમર્થન મળ્યું નથી.