[ad_1]
(G.N.S) dt. 18
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૈન દ્રષ્ટા આચાર્ય વિદ્યાસાગર મહારાજને સમાધિ પ્રાપ્ત થવા પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ કહ્યું કે આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજનું નિધન એ દેશ માટે ન પુરી શકાય તેવી ખોટ છે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ માટે આચાર્યજીના અમૂલ્ય પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેઓ ગરીબી નાબૂદી તેમજ સમાજમાં આરોગ્ય અને શિક્ષણના પ્રચારમાં રોકાયેલા રહ્યા,એમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ ગયા વર્ષે છત્તીસગઢના ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજ સાથેની તેમની મુલાકાતને પણ યાદ કરી અને કહ્યું કે આ મુલાકાત તેમના માટે અવિસ્મરણીય રહેશે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
“આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજનું નિધન એ દેશ માટે ન પુરી શકાય તેવી ખોટ છે. લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ માટેના તેમના અમૂલ્ય પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેઓ ગરીબી નાબૂદી તેમજ સમાજમાં આરોગ્ય અને શિક્ષણના પ્રચારમાં રોકાયેલા રહ્યા. આ મારું સદ્ભાગ્ય છે કે મને તેમના આશીર્વાદ મળતા રહ્યા છે. ગયા વર્ષે છત્તીસગઢના ચંદ્રગિરી જૈન મંદિરમાં તેમની સાથેની મારી મુલાકાત મારા માટે અવિસ્મરણીય રહેશે. ત્યારે મને આચાર્યજી તરફથી ઘણો પ્રેમ અને આશીર્વાદ મળ્યા હતા. સમાજમાં તેમનું અજોડ યોગદાન દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.”