[ad_1]
ખેડૂત આગેવાનો અને આંદોલનકારીઓની મિલકત અને બેન્ક એકાઉન્ટ જપ્ત કરાશે
(જી.એન.એસ),તા.૨૩
નવીદિલ્હી,
ખેડૂત આંદોલન દરમિયાન સરકારી સંપતિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારીઓની મિલકત જપ્ત કરવાની અને તેમના બેંક ખાતા જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંજાબને અડીને આવેલા હરિયાણાની અંબાલા પોલીસે ખેડૂત આંદોલનમાં સામેલ KMMના સભ્ય અને BKU શહીદ ભગતસિંહના અધ્યક્ષ અમરજીત મોહડીના ઘર નોટિસ મોકલી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઉગ્ર આંદોલન દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાનની ભરપાઈ તેમની સંપત્તિને વેચીને વસૂલવામાં આવશે. ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અંબાલા પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે.
અંબાલા પોલીસે જાણકારી આપી કે NSA હેઠળ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને નજરબંધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાથે જ આંદોલન દરમિયાન સરકારી મિલકતને કરેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારીઓના બેન્ક ખાતા સીઝ કરી અને સંપતિ ટાંચમાં લઈ કરવામાં આવશે. જાણકારી મુજબ ભારતીય ખેડૂત યૂનિયન શહીદ ભગતસિંહના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખેડૂત મજૂર મોર્ચાના સભ્ય અમરજીત સિંહ મોહડીના ઘર પર પોલીસ નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ એસપી અંબાલા તરફથી જાહેર કરવામાં આવ્યુ છે. તેમાં લખ્યું છે કે અમરજીત સિંહ મોહડી આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ નોટિસમાં કોર્ટના આદેશોનો હવાલો આપવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે આંદોલન હવે ઉગ્ર થઈ રહ્યુ છે, ત્યારે પ્રદર્શનકારી સરકારી સંપતિને નુકસાન પહોંચાડી શકે છે. તેથી પરવાનગી વગર આંદોલનમાં ભાગ લેવા પર મોહડીની સંપતિમાંથી ભરપાઈ કરવામાં આવી શકે છે.