[ad_1]
(જી.એન.એસ),તા.૨૪
મુંબઈ,
શિલ્પા શેટ્ટીની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ આજકાલ ચર્ચામાં છે, નાદારી પ્રક્રિયા માંથી પસાર થઇ નાદાર જાહેર થયા બાદ હવે તેને ખરીદવા માટે એક કંપની તૈયાર થઇ છે. વાત જાણે એમ છે કે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ઉર્ફે રિપુ સુદાન કુન્દ્રા સામે કાર્યવાહી કરી હતી. સેબીએ રાજ કુન્દ્રાની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ સામે પણ કાર્યવાહી કરી હતી. સેબીએ આ બંને અને શિલ્પા શેટ્ટી સામે પ્રિવેન્શન ઓફ ઈનસાઈડર ટ્રેડિંગના નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. શેરબજારનું નિયમન કરતી સંસ્થાએ શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને વિયાન ઈન્ડસ્ટ્રીઝ પર કુલ 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પ્રેફરન્શિયલ એલોટમેન્ટની માહિતી આપવામાં વિલંબ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે તેમની આ કંપની દેવાળીયા થઇ ગઇ છે.કંપનીમાં શિલ્પા નોનએક્ઝીક્યુટીવ ડાયરેક્ટ પ્રમોટર હતી.2022 માં કંપનીને NCLT હેઠળ નાદારી પ્રક્રિયામાં સામેલ કરી હતી. 2024 માં હવે દેવાળા કંપની તરીકે જાહેર કરવામાં આવી છે.હવે સવાલ એ છે કે શેર માર્કેટમાં લીસ્ટેડ કંપની દેવાળું ફુંક્યું છે પણ આ કંપની કુંદન કેર પ્રોડક્ટ્સ લિમિટેડ તેને ખરીદવાની તત્પરતા દર્શાવી છે.મહત્વનું છે કે કુંદન કેર પ્રોડક્ટ્સ લિમિટેડને તેને ખરીદવાની મંજુરી મળી ગઇ છે અને કંપની શેર માર્કેટમાં ફરી ટ્રેડ થઇ શકશે.
સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે 1 સપ્ટેમ્બર, 2013 અને 23 ડિસેમ્બર, 2015 ની વચ્ચે રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાન ઈન્ડસ્ટ્રીઝે નિયમન નંબર 7(2)(a) અને 7(2)(b) ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. વિયાન ઇન્ડસ્ટ્રીઝ (VIL) ના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતા અને રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી તેના પ્રમોટર્સ હતા.બાદમાં રાજ કુંન્દ્રા પોર્નોગ્રાફિ કેસમાં જેલ થઇ અને કંપની દેવાતળે નાદારી પ્રક્રિયામાં સામેલ થઇ, હવે આ કંપની 1 લાખ કરોડમાં કુંદન કેર પ્રોડક્ટ્સ લિમિટેડ ખરીદશે અને તેનું ટ્રેડિગ ફરી શરૂ થશે.