[ad_1]
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લના અર્જૂન નગર વિસ્તારમાં ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં શુક્રવારે મોડી રાતે વિસ્ફોટ થઈ ગયો હતો. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં હતા. ધમાકો એટલો જોરદાર હતો કે, બૂથ અધ્યક્ષનું આખું ઘર બ્લાસ્ટ થયું હતું. દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસે ત્રણેય લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ બંને વ્યક્તિઓને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, મંદિનીપુર જિલ્લાના કાંથીમાં આજે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની જાહેરસભા થવાની છે.
જાહેરસભા પહેલા શુક્રવારે મોડી રાતે ટીએમસની બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરે વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનામાં બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્ના સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ ધમાકો એટલો જોરદાર હતો કે, અવાજ સાંભળીને આજૂબાજૂના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. બાદમાં ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં તેની સૂચના આપવામાં આવી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘટના શુક્રવાર રાતે લગભગ સાડા 10 કલાકે થઈ હતી. અર્જૂન નગર ગ્રામ પંચાયતના નરયાબિલા ગામમાં આ દુર્ઘટના થઈ હતી. મરનારા લોકોમાં રાજકુમાર મન્ના, તેમનો ભાઈ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયેન છે. રાજકુમાર મન્ના આ વિસ્તારમાં ટીએમસના અધ્યક્ષ તરીકે ઓળખાતો હતો.
GNS NEWS