[ad_1]
(જી.એન.એસ),તા.૧૩
નવીદિલ્હી,
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. આથી ઉમેદવારોના નામ પર ઝડપથી મંથન કરવામાં આવી રહ્યું છે. ભાજપે એક યાદી જાહેર કરી છે, જેમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. હવે પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં અમદવાદ પૂર્વમાંથી એચ એસ પટેલ, અનુરાગ ઠાકુરને હિમાચલના હમીરપુરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ઉત્તર મુંબઈથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નામ પણ યાદીમાં છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ આ યાદીમાં છે, જે કરનાલ સીટ પરથી ચૂંટણી લડશે. યાદીમાં 10 રાજ્યોના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.