[ad_1]
હવામાનને લગતી આગાહીના પગલે હીટવેવ, ચોમાસુ અને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા
(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી,
હવામાન અંગે, IMD અને NDMAએ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, ત્યારે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. હવામાનને લગતી આગાહીના પગલે હીટવેવ (લૂ), ચોમાસુ અને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બે મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી અને મતગણતરી પણ થવાની છે, ત્યારે વડાપ્રધાને હીટવેવ અને ચોમાસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ અધિકારીઓને હીટવેવનો સામનો કરવા, હોસ્પિટલોની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી હતી.
આરોગ્ય મંત્રાલય અને એનડીએમએની સલાહ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું. તેના દ્વારા વધુમાં વધુ લોકોને જાગૃત કરવા જોઈએ. પીએમે અધિકારીઓને કહ્યું કે સમય સમય પર ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ સામગ્રીનો પ્રસાર થવો જોઈએ. કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ મંત્રાલયોએ આના પર સંકલનમાં કામ કરવાની જરૂર છે. અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે આ વર્ષે સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે સ્વાભાવિક છે કે ઉનાળાની ઋતુમાં જંગલમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. પીએમએ આ અંગે અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ બેઠકમાં પીએમ મોદીની સાથે મુખ્ય સચિવ, ગૃહ સચિવ, આઈએમડી અને એનડીએમએના અધિકારીઓએ ભાગ લીધો હતો.