[ad_1]
(G.N.S) dt. 16
અમદાવાદ,
રેલ્વે ભારતના અર્થતંત્ર માટે કરોડરજ્જુ સન્માન છે, આજના સમયમાં રેલ્વે એક સ્થળે થી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન પુરવાર થયું છે, રેલ્વે ની સુવિધા ના કારણે નાગરિકો આરામદાયક અને સલામત મુસાફરી કરી શકે છે અને માલસામાન ની પણ હેરફેર થાય છે ,
૧૬ મી એપ્રિલ ૧૮૫૩ ના રોજ સર્વ પ્રથમ રેલ્વે ટ્રેન મુંબઈ થી બોરીબંદર થાણા થી શરૂ થઈ હતી ભારતના રેલ્વે શરૂ થયાના ૧૭૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મણીનગર રેલ્વે સ્ટેશન ની બહાર મણીનગર ખાતે ઓલ ગુજરાત રેલ્વે પેસેન્જર એસોસિયેશનના પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ આજ રોજ એટલે કે તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૪ ને મંગળવારે સાંજે ૫ : ૩૦ કલાકે કેક કાપી, પ્રવાસીઓ ને પુષ્પગુચ્છ થી સ્વાગત કરી મીઠાઈ-કેક ખવડાવી અને ફટાકડા ફોડી આતિશબાજી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,
આ ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં મણીનગર ખાતે જ્યોર્જ ડાયસ, પ્રભાતસિંહ રાજપુત, સંતોશ સોની, અજય કહાર, સુરેન્દ્રસિંહ ક્ષત્રિય, દુરઈ સ્વામી ગ્રામીણ, સંદીપ યાદવ, મહેન્દ્ર બીજવા, ભદ્રેશ મેકવાન,અરુણ પવાર, અરવિંદ પટેલ,પાર્થ કોસ્ટી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.