[ad_1]
(જી.એન.એસ) તા. 22
નવી દિલ્હી,
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અન્ય મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. આ સિવાય સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. અભિનેતા મિથુન ચક્રવર્તી, પૂર્વ ગવર્નર રામ નાઈક, ગાયિકા ઉષા ઉથુપ અને ઉદ્યોગપતિ સીતારામ જિંદાલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
સોમવારે લગભગ અડધા વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. બાકીના પુરસ્કારો આવતા અઠવાડિયે આપવામાં આવે તેવી શક્યતા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ 2024 માટે 132 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં બે દંપતી કેસ (પુરસ્કાર એક તરીકે ગણવામાં આવે છે). 32 પદ્મ પુરસ્કારોમાં પાંચ પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. વિજેતાઓમાં 30 મહિલાઓ છે. આ સાથે વિદેશી, NRI, PIO, OCI કેટેગરીના આઠ લોકો અને નવ મરણોત્તર એવોર્ડ વિજેતાઓનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.