[ad_1]
(જી.એન.એસ),તા.૨૫
છત્તીસગઢ,
છત્તીસગઢના ધારાસભ્ય રિકેશ સેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જ્યારે ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતરે છે અને એક પાર્કનું મુલાત લેવા જાય છે ત્યારે ઘણા કપલ્સને જુએ છે. તેઓ તેમની પાસેજાય છે અને વાત કરે છે.ત્યારે આ દરમિયાન કપલ્સ ધારાસભ્યની સામે એવી માંગણી કરી કે આસપાસ ઉભેલા બધા ચોંકી જાય છે. તમને જણાવી દઈએ કે રિકેશ સેન દુર્ગ જિલ્લાની વૈશાલી નગર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે.
તાજેતરમાં, તેઓને નહેરુ ગાર્ડન પાસે રહેતા લોકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે પાર્કમાં યુગલોનો સતત મેળાવડો જોવા મળે છે. ફરિયાદની નોંધ લેતા એક દિવસ ધારાસભ્ય પાર્કની મુલાકાત લેવા પહોંચ્યા હતા.આ દરમિયાન ધારાસભ્યએ ત્યાં હાજર યુગલોને પૂછ્યું કે તેઓ પાર્કમાં કેમ આવે છે.જવાબમાં પ્રેમી યુગલે કહ્યું કે તમે OYO બંધ કરી દીધું છે, તો અમારે ક્યાં જવું. કપલ્સના આવા શબ્દો સાંભળીને ધારાસભ્ય ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે OYO બંધ થઈ ગઈ છે તો શું તમે અહીં આવશો. ટાઈમપાસ કોઈના ઘરની સામે નથી થતો.
આ દરમિયાન બીજા પ્રેમી યુગલે કહ્યું કે લોકો તમારા નામથી ડરે છે. લોકો દારૂ પીતા ડરે છે અને ફરવાનું પણ પસંદ કરતા નથી.આવામાં અમે અમારી ગર્લફ્રેન્ડ સાથે ક્યાં જઈએ કારણકે કોઈ પણ પ્રાઈવેટ જગ્યા બચી જ નથી. તે જ સમયે, એક યુવા ધારાસભ્ય રિકેશ સેનને કહે છે કે તે પોલીસથી જેટલો ડરતો નથી તેટલો તે તમારાથી ડરે છે. ત્યાં હાજર યુવતી કહે છે કે તમને કપલ્સ મળે છે તો તમને શું સમસ્યા છે. ધારાસભ્ય રિકેશ સેન કપલને કહે છે કે આ પ્રેમ અને લાગણી શું હોય છે આનો જવાબ આપતા એક છોકરી કહે છે કે પ્રેમ તો વર્ષોથી ચાલતો આવે છે. જો કે આ બાબતે ધારાસભ્ય સેને છોકરા-છોકરીઓને શાંત કર્યા હતા અને ઘરે પરત મોકલી દીધા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.