[ad_1]
(જી.એન.એસ),તા.૨૫
નવીદિલ્હી,
કેટલાક મહેનત કરીને પૈસો કમાય છે. તો કેટલાકને વારસામાં લાખો અને અબજો રૂપિયાની સંપત્તિ મળી જતી હોય છે. પરંતુ કેટલાક એવા હોય છે કે જેમનું નસીબ એટલું બળવાન હોય છે કે તેમને ખજાનો મળી જતો હોય છે. આમાંના કેટલાક ખજાનાની કિંમત લાખોમાં અંદાજવામાં આવી છે જ્યારે કેટલાક ખજાનાની કિંમત અબજોમાં પણ થતી હોય છે. આવો જ એક વીડિયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને છુપાયેલો ખજાનો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહાડ ખોદી રહ્યો છે. તે જ સમયે, એક ઈંડા આકારનો પદાર્થ તેના હાથમાં આવે છે. એવું લાગે છે કે તે એક સામાન્ય પથ્થર છે, પણ તે વ્યક્તિ તેને તોડવાનો પ્રયાસ કરે છે. છીણી અને હથોડી વડે તેને તોડતાં જ તેનું નસીબ ચમકી જાય છે. અંદર કિંમતી આભૂષણો અને ઝવેરાત મળે છે, જેમાં સોનાની ચેન, સિક્કા અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @treasure_sniiper નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. પરંતુ મોટાભાગના લોકો આ ખજાનાને નકલી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને સાચી માની રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે વીડિયો બનાવવાના અડધો કલાક પહેલા તેને છુપાવવામાં આવ્યો હોઈ શકે છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે અંદરથી સાપ બહાર આવશે તો શું થશે? અન્ય યુઝરે લખ્યું છે કે હું ભગવાનની કસમ ખાઉં છું, તમે જ્યાં ઇચ્છો ત્યાં ખજાનો શોધી શકો છો, પરંતુ કૃપા કરીને ખજાના માટે કોઈ કબરને નષ્ટ કરશો નહીં. શું તમે ઈચ્છો છો કે કોઈ તમારા સંબંધીઓની કબર પર આવે અને તેને ખોદી નાખે? અન્ય એક યુઝરે લખ્યું છે કે એક દિવસ તમને ખજાનો ચોક્કસ મળી જશે. તો યાસર નામના વ્યક્તિએ લખ્યું છે કે ફિલ્મના શૂટિંગ પહેલા તેને આટલી સ્ટાઇલિશ અને સુંદર બનાવનાર વ્યક્તિને સલામ છે. એક વ્યક્તિએ લખ્યું છે કે દોસ્ત, જો બધું આટલું સરળ હોત તો અત્યાર સુધીમાં તુર્કીમાં દરેક વ્યક્તિ સૌથી અમીર બની ગયો હોત. તમને જણાવી દઈએ કે તે કબર જેવું નથી, પરંતુ પહાડ જેવું લાગે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.