[ad_1]
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૫.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૪૦૪ સામે ૭૨૪૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૩૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૬૬૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૭૫ સામે ૨૨૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે વૈશ્વિક મોરચે બેંક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દર નિર્ણય અને અમેરિકાના બેરોજગારીના દાવાના આંકડા જાહેર થતાં પૂર્વે સાવચેતી અને સ્થાનિકમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સતત ઓછા મતદાનને લઈ સત્તા પક્ષ ભાજપને અપેક્ષાથી ઓછી સીટો મળવાના અનુમાન આપતાં અહેવાલોએ કેન્દ્રમાં આ વખતે સ્થિર સરકાર આવશે કે નહીં એ વિશે ચિંતા વધતાં છેલ્લા ૩ ટ્રેડિંગ સેશનથી કડાકો નોંધાયો હતો. પરંતુ આજે સપ્તાહના અંતિમ દિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સારા પરિણામે પોઝીટીવ અસર અને ફંડોની નીચા મથાળે ખરીદી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઇન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્સ ૨%થી વધુ ઉછાળા સાથે ૧૮.૬ નોંધાયો છે, જે ચૂંટણીના પરિણામો સુધી બજારમાં અનિશ્ચિતતાઓ રહેવાની સંભાવના દર્શાવે છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, રિયલ્ટી, ટેક અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૦ અને વધનારની સંખ્યા ૨૧૯૧ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લિ. ૨.૮૦%, પાવર ગ્રીડ કોર્પ. ૨.૬૩%, જેએસડબલ્યુ સ્ટીલ ૨.૪૫%, એશિયન પેઈન્ટ ૨.૨૮%, આઈટીસી લિ. ૧.૮૮%, ભારતી એરટેલ ૧.૭૬%, ટાટા મોટર્સ ૧.૬૨%, ટાઈટન કંપની લિ. ૧.૪૫%, હિન્દુસ્તાન યૂનિલિવર લિ. ૧.૩૮%, બજાજ ફાઈનાન્સ ૧.૨૧% વધ્યા હતા જ્યારે ટીસીએસ લિ. ૧.૬૨%, ઈન્ફોસીસ લિ. ૦.૯૫%, વિપ્રો ૦.૭૯%, એચડીએફસી બેન્ક ૦.૭૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૩%, કોટક બેન્ક ૦.૭૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૫૯%, ટેક મહિન્દ્રા ૦.૪૦% સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૧૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨૨ લાખ કરોડ વધીને ૩૯૬.૫૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન વર્ષના પ્રથમ ચાર મહિનામાં વિદેશી રોકાણકારોએ નાણાંકીય ક્ષેત્રના અંદાજીત રૂ.૪૬૦૦૦ કરોડના શેરોનું વેચાણ કર્યું છે. કેટલીક લિસ્ટેડ બેન્કો, નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ તથા ફિનટેકસ સામે રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં લેવાયેલા પગલાંને પરિણામે નાણાંકીય ક્ષેત્રની કામગીરી પર અસર પડવાની ધારણાંએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો આ ક્ષેત્રમાંથી પોતાના હોલ્ડિંગ ઘટાડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૪ના પ્રથમ ચારમાંથી ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારો નાણાંકીય ક્ષેત્રના શેરોમાં નેટ વેચવાલ રહ્યા છે.
જાન્યુઆરી માસમાં રૂ.૩૦૦૦૦ કરોડના શેરોનું ઓફફલોડિંગ બાદ એફઆઈઆઈએ ફેબ્રુઆરીમાં રૂ.૧૦૦૦૦ કરોડ અને એપ્રિલ માસમાં રૂ.૯૩૦૦ કરોડના શેરોની વેચવાલી કરી છે. માર્ચ માસમાં જો કે તેમણે આ ક્ષેત્રમાં નેટ ખરીદી કરી હતી. તાજેતરના ભૂતકાળમાં રિઝર્વ બેન્કે કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક તથા આઈઆઈએફએલ, બજાજ ફાઈનાન્સ જેવી એનબીએફસીસ જ્યારે પેટીએેમ જેવી ફિનટેક સામે નિયમનકારી પગલાં લીધા છે. નિયમનકારી પગલાંને પરિણમે આ ક્ષેત્રની કંપનીઓની નાણાંકીય સ્થિતિ લથડવાની ચિંતાએ રોકાણકારો માલ હળવો કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે ત્યારે અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.