[ad_1]
(જી.એન.એસ) તા. 13
નવી દિલ્હી,
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. સોમવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. આ તબક્કા દરમિયાન 1 લાખ 92 હજાર મતદાન મથકો પર 17.7 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને 1717 ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે. કુલ મતદારોમાંથી 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે. કુલ 17.7 કરોડ મતદારોમાંથી 12.49 લાખ 85 વર્ષથી વધુ ઉંમરના છે.
ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, મહારાષ્ટ્રની 11, તેલંગણાની 17, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડની 4, ઓરિસ્સાની 4 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થવાનું છે.
પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ભાજપ અને બર્ધમાન-દુર્ગાપુર લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસ અને બર્ધમાન-દુર્ગાપુર લોકસભા બેઠકના ઉમેદવાર કિર્તી આઝાદે બર્ધમાન મતદાન મથક ખાતે એકબીજાને ભેટ્યાં હતા.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલંગણાના બરકતપુરામાં મતદાન કર્યું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મતદાન કરી સૌને કિંમતી મત આપવા અપીલ કરી છે. તેમજ ભાજપ બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મધ્યપ્રદેશના મંત્રી અને ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયે ઈન્દોરમાં મતદાન કર્યું હતું.
ઉત્તર પ્રદેશના મંત્રી સુરેશ ખન્નાએ સહજાનપુરમાં મતદાન કર્યું હતું.
ઉત્તર પ્રદેશમાં મંત્રી જીતીન પ્રસાદે સહજાનપુરમાં મત આપ્યો છે.
ઉત્તરપ્રદેશના ભાજપ ઉમેદવાર અને ઉન્નાઓ બેઠકથી ઊભા રહેલા સાક્ષી મહારાજે મતદાન કર્યું હતું.
બિહારમાં ઉત્તર-પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારે બેગુસરાયમાં મતદાન કર્યુ હતું.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન રેડ્ડીએ કડાપા બેઠકથી જયમહાલ આંગણવાડીમાં મતદાન કર્યું હતું.
હૈદરાબાદમાં પૂર્વ રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ અને તેમના ધર્મપત્ની ઉષા નાયડુએ જ્યુબિલી હીલ્સ ખાતે મતદાન કર્યુ હતું.
હૈદરાબાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર માધવી લતાએ અમૃતા વિધ્યાલયમ કેન્દ્ર પર મતદાન કર્યું હતું.
આંધપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગૂંટુરમાં મતદાન કર્યું હતું.
આંધ્રપ્રદેશમાં જન સેના પાર્ટીના અધ્યક્ષ અને અભિનેતા પવન કલ્યાણે મંગલાગીરીમાં મતદાન કર્યુ હતું.
તેલંગણામાં એ આઈએમઆઈએમ ના ઉમેદવાર અસૌદ્દીન ઔવેસીએ હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મહબૂબનગરમાં મતદાન કર્યુ હતું.
તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી આર એસ ના વડા કે. ચંદ્રશેખર રાઓએ સિદ્દીપેટમાં મતદાન કર્યું હતું.
ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને સરાઈખકેલા ખર્સવાનમાં મતદાન કર્યુ હતું.
મહારાષ્ટ્રના બીડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજા મુંડેએ બીડમાં મત આપ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર રાઓસાહેબ પાટીલ દાનવે મહારાષ્ટ્રના જાલનામાં મતદાન કર્યુ હતું.
ફિલ્મ ડાયરેક્ટર એસ. રાજામૌલીએ હૈદરાબાદમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી.
હૈદરાબાદમાં ફિલ્મ અભિનેતા ચિરંજીવીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
તેલંગણામાં સુપરસ્ટાર અભિનેતા જૂનિયર એનટીઆરે હૈદરાબાદના જ્યુબિલી હીલ્સ ખાતે મતદાન કર્યુ હતું.
તેલંગણામાં ઓસ્કાર વિજેતા સંગીતકાર અને પદ્મશ્રી એમ એમ કિરીવાનીએ જ્યુબિલી હીલ્સ ખાતે મતદાન કર્યું હતું.
તમિલનાડુના ફેમસ એક્ટર અલ્લુ અર્જુને હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.
ચોથા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 62.31 ટકા મતદાન થયું હતું. તેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળમાં છે. જ્યારે, જમ્મુ-કાશ્મીરના મતદારોમાં સૌથી વધુ શિથિલતા જોવા મળી છે. સાંજના પાંચ વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીરમાં 35.75 ટકા જ મતદાન નોંધાયું હતું.
હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ મલકપેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને લોક પ્રતિનિધિત્વ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા હટાવીને, તેમના આઈડી કાર્ડની તપાસ કરતી માધવી લતા જોવામાં આવતા વિવાદ વધ્યો હતો. ત્યારબાદ તેની સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો.
ઓડિશામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, “હું લોકોને અપીલ કરીશ કે પરિવર્તન માટે મોટી સંખ્યામાં મતદાન કરે. ઓડિશામાં ભારે પરિવર્તનનું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા 24 વર્ષમાં અહીં રાજ્ય સરકારની નિષ્ફળતાને કારણે લોકોમાં રોષ છે. આ વખતે ઓડિશામાં સત્તા પરિવર્તન થશે. અમને સ્પષ્ટ છે કે ઓડિશામાં ભાજપ સરકાર સત્તામાં આવશે.
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન ટીએમસી નેતા રામ પ્રસાદ હલ્દરે આરોપ લગાવ્યો કે સવારે 6 વાગ્યાથી જ ભાજપના લોકો કેન્દ્રીય દળો સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેનો વિરોધ કર્યો, મતદારોએ પણ તેનો વિરોધ કર્યો. તેઓ બહારથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, બીજેપી ધારાસભ્ય લક્ષ્મણ ઘોરઈનું કહેવું છે કે ટીએમસીના ગુંડાઓએ વારંવાર અમારા પોલિંગ એજન્ટોને દુર્ગાપુરની ટીએન સ્કૂલ સ્થિત પોલિંગ બૂથમાંથી ભગાડી દીધા. બૂથ નંબર 22 પરથી અલ્પના મુખર્જી, બૂથ નંબર 83માંથી સોમનાથ મંડલ અને બૂથ નંબર 82માંથી રાહુલ સાહનીને વારંવાર બહાર ફેંકવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.