[ad_1]
(જી.એન.એસ) તા. 15
અમદાવાદ,
વેકેશનમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ દ્વારા ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી આગ્રા કેન્ટ એટલે કે ઉત્તર પ્રદેશના આગ્રા કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન સુધી જશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસને અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 16 મેથી 29 જૂન સુધી ચાલશે. આનાથી ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લોકોને ઘણી સુવિધા મળશે. રેલ્વે અનુસાર, ટ્રેન નંબર 01920નું બુકિંગ 15 મે, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ કુલ 20 ટ્રીપ કરશે. આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બાયના, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર બંને દિશામાં ટ્રેનના રૂટ પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીના એક કોચ, થર્ડ એસીના 5 કોચ અને જનરલ ક્લાસના 14 કોચ હશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેન માટે વિશેષ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. મુસાફરો આ સમર સ્પેશિયલ માટે 15 મેથી તેમની ટિકિટ બુક કરાવી શકશે. ટ્રેન સમર સ્પેશિયલ 29મી મે સુધી ચાલુ રહેશે.
ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.50 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ 16 મે 2024 થી 29 જૂન 2024 દરમિયાન દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે આગ્રા કેન્ટથી 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે અમદાવાદ પહોંચશે.
#Bharat #WesternRailway #Trains #ahmedabad #agra #Gujarat #UttarPradesh
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.