[ad_1]
(જી.એન.એસ) તા. 21
પૂના,
મહારાષ્ટ્રના પૂનામાં થયેલ હીટ એંડ રન કેસમાં પોલીસે સગીર આરોપીના પિતાની સંભાજીનગર જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપી સગીર લક્ઝરી કાર પોર્શ ચલાવતી વખતે બાઇક સવારને ટક્કર મારી હતી. જે બાદ આરોપીના પિતા બિલ્ડર વિશાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે પબ ઓપરેટરની પણ ધરપકડ કરી છે.
ગત શનિવારે રાત્રે પૂનામાં હિટ એંડ રનનો મામલો સામે આવ્યો હતો. આ સમય દરમિયાન, બિલ્ડર વિશાલ અગ્રવાલનો સગીર પુત્ર તેની લક્ઝરી કાર પોર્શ ચલાવી રહ્યો હતો ત્યારે તેને બાઇકને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મંગળવારે સવારે સંભાજીનગરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિલ્ડરની ધરપકડ કરી છે.
આ અકસ્માતમાં મધ્યપ્રદેશની રહેવાસી અશ્વિની કોષ્ટા અને તેના મિત્રનું મોત થયું હતું. આ કેસમાં આરોપી સગીરને પોલીસે તેની ધરપકડના થોડા કલાકો બાદ જ છોડી દીધો હતો. આરોપીને મુક્ત કર્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સગીર આરોપીના પિતા બિલ્ડર વિશાલ અગ્રવાલની ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રના પૂનામાં બે યુવાન એન્જિનિયરોના જીવ લેનાર બહુચર્ચિત પોર્શ કાર અકસ્માત કેસમાં પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે. રવિવારે મધરાતે એક સગીરે તેના પિતાની લક્ઝરી પોર્શ કારથી બે લોકોને કચડી નાખ્યા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આરોપી સગીરને 15 કલાકની અંદર જામીન આપ્યા હતા. પરંતુ આ મામલો સોશિયલ મીડિયાથી મીડિયામાં ઉછળતાં પુણે પોલીસ એક્શનમાં આવી છે. હવે સગીરના બિલ્ડર પિતાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પિતાની છત્રપતિ સંભાજીનગરમાંથી ધરપકડ કરી છે.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર બે યુવાનોના પરિવારજનો વેરવિખેર થઈ ગયા છે. કોઈની એક માત્ર દીકરી ગઈ અને કોઈનો દીકરો ગયો. પોલીસની કાર્યવાહી અને કોર્ટે આરોપીઓને આપેલી શરત બાદ પીડિતાનો પરિવાર દુઃખી અને નારાજ છે. દરમિયાન જબલપુરના શક્તિનગરને અડીને આવેલા સાકર હિલ્સમાં યુવા સોફ્ટવેર એન્જિનિયર અશ્વિની કોસ્ટાના ઘરમાં શોકનો માહોલ છે. કલ્યાણી નગરમાં એક દુ:ખદ અકસ્માતનો ભોગ બનેલી અશ્વિનીનો મૃતદેહ સોમવારે સાંજે જબલપુર પહોંચ્યો ત્યારે સ્વજનોની આંખોમાં આંસુ આવી ગયા. લોકો શોકમાં છે અને ગુસ્સે પણ છે કે બે લોકોની હત્યા કરનાર અમીર વ્યક્તિને જામીન કેવી રીતે મળ્યા. શોકગ્રસ્ત પરિવાર પૂછે છે કે જો આરોપી સગીર છે તો શું?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.