[ad_1]
(જી.એન.એસ) તા. 22
મેદિનીપુર,
પશ્ચિમ બંગાળમાં અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શોમાં પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં અભિનેતા મિથુન ચક્રવર્તી મેદિનીપુરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ પછી તેઓએ રોડ શોમાં ભાગ લઈ રહેલા ભાજપના કાર્યકરો પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ પછી તેમનું ભાજપ કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું.
આ ઘટના બાબતે મેદિનીપુરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પૌલે આરોપ લગાવ્યા હતા કે પથ્થરમારો કરનારાઓ ટીમસી ના કાર્યકરો હતા. તેમણે કહ્યું- રાજ્યમાં ભાજપને મળી રહેલું જન સમર્થન જોઈને ટીમસી ડરી ગઈ છે એટલે હવે તે ગુંડાગીરીનો આશરો લઈ રહી છે. તેમણે (ટીમસી) એ મિથુન ચક્રવર્તી જેવા મહાન અભિનેતાનું અપમાન કર્યું છે.
બીજી તરફ ટીમસીના પ્રવક્તા ત્રિનાકુર ભટ્ટાચાર્યએ આ આરોપોને ફગાવી દીધા છે. અમે આવી પ્રવૃત્તિઓમાં માનતા નથી. ચક્રવર્તીનો રોડ શો ફ્લોપ ગયો હતો તેથી ભાજપ ડ્રામા કરી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.