[ad_1]
(જી.એન.એસ) તા. 22
નવી દિલ્હી,
દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવા માટેનો ઈમેલ મળવાથી ખળભળાટ મચી ગયો છે. આ વખતે દેશના ગૃહ મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ મંત્રાલયમાં પોલીસ અને એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને મેલ દ્વારા આપવામાં આવી હતી.
વરિષ્ઠ અધિકારી દ્વારા તરત જ દિલ્હી પોલીસને ધમકીભર્યા ઈમેલની જાણ કરી. માહિતી મળતાની સાથે જ પોલીસની અનેક ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના વાહનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી હતી. તાજેતરના ભૂતકાળમાં, દિલ્હીની ઘણી શાળાઓ અને હોસ્પિટલોમાં બોમ્બ વિશે સમાન માહિતી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ દરેક વખતે દાવો ખોટો નીકળ્યો છે.
ગૃહ મંત્રાલયની ઓફિસ નોર્થ બ્લોકમાં છે. નોર્થ બ્લોકમાં કેન્દ્ર સરકારની ઘણી મહત્વપૂર્ણ કચેરીઓ અને મંત્રાલયો આવેલા છે. તે રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન નજીક છે. પોલીસે આવા સંવેદનશીલ વિસ્તારમાં બોમ્બની ધમકીને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સમાચાર લખાય છે ત્યાં સુધી સર્ચમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. સાવચેતીના ભાગરૂપે ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.