[ad_1]
બાંગ્લાદેશી સાંસદ અનવરૂલ અજીમ હકની હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળ સીઆઈડી ને મળી મોટી ખબર
(જી.એન.એસ) તા. 23
કોલકાતા/ઢાકા,
બાંગ્લાદેશી સાંસદ અનવરૂલ અજીમ હકની હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસને મળી છે એક મોટી સફળતા, સીઆઈડીને માહિતી મળી છે કે બાંગ્લાદેશી સાંસદના એક જૂના મિત્રએ જ હત્યા માટે પાંચ કરોડની સોપારી આપી હતી. આ સોપારી આપનાર અમેરિકન નાગરિક છે અને તે ત્યાંજ રહે છે. તેનો એક ફ્લેટ પશ્ચિમ બંગાળના કોલકાતામાં છે. સીઆઈડીનો દાવો છે કે જલ્દીથી આ કેસનો ખુલાસો થઈ જશે. જોકે હજી સુધી મૃતદેહ કબજે કરી શકાયો નથી. જેને કારણે હાલ કંઈ વધુ કહી શકાય તેમ નથી.
અનવરૂલ 13 મેથી કોલકાતાથી ગાયબ હતા અને બાદમાં તેમની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે કોલકાતા પોલીસે 3 જણાની ધરપકડ પણ કરી છે.
બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જામાએ પણ પોતાના સાંસદની હત્યા થઈ હાવોનું જણાવ્યું હતું. આ કેસની તાપસ કરતી પશ્ચિમ બંગાળ સીઆડીના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે આ એક સુનિયોજીત હત્યા હતી. સીઆડીના આઈજી અખિલેશ ચતુર્વેદીના જણાવ્યા મુજબ બાંગ્લાદેશની આવામી લીગના સાંસદના જે મિત્રએ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું તેની પાસે અમેરિકાની નાગરિકતા છે અને તેનો એક ફ્લેટ કોલકાતામાં છે. તેમણે કહ્યું કે હત્યા થઈ છે પરંતુ મૃતદેહ મળ્યો નથી.
બાંગ્લાદેશી સાંસદ ગૂમ થયા બાદ કોલકાતાના ન્યુ ટાઉન સ્થિત એક આલીશાન ફ્લેટમાંથી લોહીના ડાઘ મળ્યા હતા. છેલ્લે સાંસદ આ ફ્લેટમાં રોકાયા હોવાની માહિતી મળી છે. સીઆઈડીના અધિકારીનું કહેવું છે કે અમારી ફોરેન્સિક ટીમ શંકાસ્પદ ક્રાઈમ સીનની તપાસમાં લાગેલી છે.
તપાસમાં જણાયું હતું કે બાંગ્લાદેશી સાંસદ 12 મેના રોજ તે સારવાર માટે કોલકાતા આવ્યા હતા. 18 મેના રોજ બારવગરના રહેવાસી ગોપાલ બિસ્વાસ જે બાંગ્લાદેશી સાંસદને ઓળખતા હતા તેમણે તેમના ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે અનવરૂલ કોલકાતા આવ્યા બાદ ગોપાલના ઘરે જ રોકાયા હતા. ફરિયાદ મુજબ અનવરૂલ 13 મેના રોજ ઘરેથી નીકળ્યા હતા. એક ડોક્ટર પાસે તેમની એરપોઈન્ટમેન્ટ હતી. તેમણે સાંજે ડિનર માટે પરત આવશે, એમ કહ્યું હતું. બિસ્વાસનું કહેવું છે કે અનવરૂલ સાથે 17 મેથી સંપર્ક થયો ન હતો. તેને કારણે જ તેમણે એક દિવસ બાદ તેમની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.